કઠલાલ ખાતે 120 કપડવંજ કઠલાલ ભાજપના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા દ્વારા સરપંચ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો. સરપંચો સાથે સીધી જ મુલાકાત થાય અને ગ્રામ પંચાયતોના કામો તેમજ વિકાસના કામો ઝડપથી થાય તેવા ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.સમગ્ર ગુજરાતમાં ધારાસભ્ય દ્વારા સરપંચ સંવાદ કાર્યક્રમ પહેલી વખત કઠલાલ ખાતે યોજાયો.આ કાર્યક્રમમાં કઠલાલ તાલુકાના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.અરાલ,અનારા,છીપડી અભરીપુર સહિત કઠલાલ તાલુકા ના ગામોમાંથી આવેલ સરપંચોએ રોડ રસ્તા,પાણી અને અન્ય વિકાસના કામો બાબતે રજૂઆત કરી હતી.ધારાસભ્ય દ્વારા વહેલી તકે કામો પૂરા કરવા પ્રયત્નો કરવામાં આવશે તેવી બાહેધરી આપી હતી.આ કાર્યક્રમમાં મામલતદાર,ટીડીઓ, પીઆઈ અને એમજીવીસીએલ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.ધારાસભ્યના આ કાર્યક્રમને સૌ સરપંચોએ આવકાર્યો હતો. આવનાર દર ત્રણ મહિને સરપંચ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવશે તેમ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ જણાવ્યુ હતુ.


