Gujarat

કેશોદ તાલુકાના મોવાણા ગામે વિશ્વ હોમીઓપેથી દિન ની ઉજવણી કરવામાં આવી

જુનાગઢ જિલ્લા નાં કેશોદ તાલુકામાં આવેલા મોવાણા ગામે આજરોજ વિશ્વ હોમીઓપેથીક દિવસ ની ઉજવણી સમગ્ર ગામ નાં લોકો અને આરોગ્ય વિભાગ નાં કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.
    ડો સેમ્યુઅલ હેનીમન જેમણે હોમીઓપેથી ની આરોગ્ય શાખા ની શરુઆત કરી હતી અને આરોગ્ય માટે જળમુલ થી રોંગો ને નેસ્ત નાબુદ કરવામાં ખુબ અસરકારક નીવડેલી હોમીઓપેથી સારવાર પધ્ધતિ નાં જન્મ દાતા નાં જન્મ દિવસને વિશ્વ હોમીઓપેથીક દિવસ તરીકે ઉજવવામાં આવે છે
     આજરોજ જુનાગઢ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ની હાજરીમાં ડો નિકિતા મેડમ તેમજ ગામના સરપંચ અનિલભાઇ હળવાણી તેમજ ગ્રામપંચાયત નાં દરેક સભ્યો તેમજ સમગ્ર ગામનાં લોકો આરોગ્ય કેન્દ્ર પર એકઠા થયા હતાં જેમા આરોગ્ય અધિકારી તથા ડો નિકિતા મેડમ દ્વારા હોમીયોપેથી વિશે વિગતવાર જાણકારી આપી હતી તેમજ તેનાંથી લાંબા ગાળે થયા ફાયદા વિશે માહિતગાર કર્યા હતાં .
    આ ઊજવણી માં ગામનાં તમામ લોકો એ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
નરેશ રાવલીયા કેશોદ

IMG-20230411-WA0300.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *