Gujarat

જેતપુરપાવી તાલુકામાં ગત સપ્તાહમાં તેજગઢ પાસે રાયપુર કેનાલમાંથી મળેલા મૃતદેહની ભીતરમાં હત્યાકાંડ હોવાનું બહાર આવ્યું છે. પ્રેમિકાએ નવા પ્રેમી સાથે મળી જૂના પ્રેમીનું કાળસ કાઢ્યાનો ખુલાસો થતાં પોલીસે પ્રેમીકા અને નવા પ્રેમીની ધરપકડ કરી છે. 

પોલીસ મુજબ મોટી દુમાલીના 27 વર્ષીય યુવાન નિલેશભાઈ ઈસાકભાઈનો નો મૃતદેહ રાયપુર પાસે કેનાલમાંથી મળ્યો હતો. નિલેશનો મૃતદેહ હોવાની જાણ થતાં મૃતક નિલેશના ભાઇ પ્રકાશે તા.26 એપ્રિલ 2023ના રોજ જેતપુરપાવી પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા અકસ્માતે મોતની નોંધ કરાઈ હતી. નિલેશના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાતા ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું સપાટી પર આવ્યું. ત્યારે પોલીસની તપાસમાં મૃતકના પરિજનોએ અપ્પુ સોની અને જયા રાઠવાની ધમકીની વાત જણાવતાં પોલીસે તે દિશામાં તપાસ આદરી બન્ને શકમંદોને પૂછપરછ કરતા બંનેએ ગુનાની કબૂલાત કરી લેતા ગણતરીના દિવસોમાં જ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. એક પુત્રના પિતા એવા મૃતક નિલેશભાઈને જયા રાઠવા સાથે છેલ્લા 8 વર્ષથી પ્રેમ સંબંધ હતો આ દરમિયાન આ પ્રેમ પ્રકરણમાં ત્રીજા વ્યક્તિ એટલે શ્રેયસ ઉર્ફે અપ્પુ સોનીની એન્ટ્રી થાય છે અને જયા રાઠવાને છેલ્લા બે વર્ષથી અપ્પુ સોની સાથે પણ પ્રેમ સંબંધ બંધાય છે , હવે આ ત્રિકોણીય પ્રેમ જાળમાં સાજીશ રચાઈ અને પ્રેમિકા જયા એ નવા પ્રેમી સાથે મળી જૂના પ્રેમી નિલેશનું કાળશ કાઢી નાખ્યું.
જયા રાઠવા અને અપ્પુ સોનીએ સાજીશ રચે છે. જયા નિલેશને મળવા બોલાવે છે, જ્યાં અપ્પુ સોનીની કારમાં નેલેશને સીટ બેલ્ટ વડે ગળું દબાવી મોત ને ઘાટ ઉતારી દેવામાં આવે છે અને કારમાં જ મૃતદેહને લઈજઈ રાયપુર કેનાલમાં ફેંકી દેવામાં આવે છે. હત્યાને અંજામ આપી જયા રાઠવા મુંબઈ ભાગી ગઈ તો અપ્પુ સોની પાવીજેતપુરમાં સંતાઈ રહ્યો. જો કે પોલીસે હત્યાના ભેદને ગણતરીના દિવસોમાં જ ઉકેલી બન્ને આરોપીનો ઝડપી પાડ્યા છે. તો એક બાળકના પિતા અને પરિવારનું ગુજરાન ચલાવનાર નિલેશ રાઠવાની હત્યાથી મોટી દુમાલી ગામે શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિજનો આરોપીઓ સામે કડકમાં કડક પગલાં ભરાય તેવી માંગ કરી રહ્યા છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *