( બાબરા નગરપાલિકાના 80 લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું )
બાબરા નગરપાલિકા દ્વારા વિકાસના કામોને વેગ આપવામાં આવ્યો બાબરા લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના વરદ હસ્તે બાબરા શહેરની મુખ્ય ઉભી આડી બજારોનું બે ફુટ ખોદકામ કરીને નવો આર.સી.સી રોડ બનાવવાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ તકે બાબરા નગરપાલિકાનાં પ્રમુખ,પાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકા તમામ સદસ્યો તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઈ રાખોલિયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ ખોખરીયા, ભાજપ મહામંત્રી રાજુભાઇ જિ.પંચાયત સદસ્ય હિંમતભાઇ દેત્રોજા,ભરતભાઈ સુતરીયા,ભુપેન્દ્રભાઈ બસિયા,ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ મુન્નાભાઈ મલકાણ,હિમતભાઈ રાઠોડ તેમજ ભાજપના કાર્યકર્તાઓ અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને 80 લાખના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ..
રિપોર્ટ : આદીલખાન પઠાણ ( બાબરા )


