Gujarat

બોટાદ LCB પોલીસની પ્રશંસનીય કામગીરી

મોટર સાયકલ ચોરી અને ધરફોડ ચોરી ના ગુન્હામાં સંડોવાયેલ ઇસમને મુદ્દામાલ સાથે પકડી ચોરીનો ભેદ ઉકેલ્યો
બોટાદમાં પાળીયાદ રોડ ઉપર કાનીયાડ ચોકડીથી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો….
 ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર દ્વારા મિલકત સબંધીત વણ ઉકેલાયેલા ગુન્હાઓ ઉકેલવા માટે સુચના કરેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયાની સુચના તથા ઇ / ચા પોલીસ અધિક્ષક એ.એ.સૈયદ ના માર્ગદર્શન હેઠળ બોટાદ એલ.સી.બી. ના પોલીસ ઇન્સપેક્ટર ટી.એસ.રીઝવી તથા પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.બી.સોલંકી તથા એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. બી.એસ.ખાંભલા તથા હેડ.કોન્સ . અરવિંદભાઇ ઉકાભાઇ મકવાણા તથા હેડ કોન્સ . ગોકુળભાઇ મનજીભાઇ ઉલવા તથા પો.કોન્સ . વનરાજભાઇ ડાયાભાઇ ડવ તથા હેડ.કોન્સ . રામદેવસિંહ દેવુભા મોરી તથા હેડ કોન્સ.મયુરસિંહ રામસિંહ ડોડીયા હેડ.કોન્સ . રામદેવસિંહ હરીસિંહ ચાવડા તથા હેડ.કોન્સ બી.સી.ગોહીલ તથા હેડ.કોન્સ પુરવભાઇ પ્રવિણભાઇ સોનાગરા તથા પો.કોન્સ . જયપાલસિંહ અનિરૂધ્ધસિંહ ચુડાસમાં પો.કોન્સ . હસુભાઇ અનકુભાઇ જેબલીયા નાઓ અલગ અલગ ટીમ બનાવી અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવાની કામગીરી માં રોકાયેલ હોય તે દરમ્યાન હેડ.કોન્સ . ગોકુળભાઇ મનજીભાઇ ઉલવા તથા પો.કોન્સ વનરાજભાઇ ડાયાભાઇ ડવ ને સંયુકત રીતે બાતમી રાહે વિનોદભાઇ ઉર્ફે કાળું વિઠ્ઠલભાઇ સહરવા ઉ.વ ૨૬ રહે , બાબરકોટ ચોકડી તા.જી.બોટાદ વાળાને બોટાદ પાળીયાદ રોડ ઉપર કાનીયાડ ચોકડી ખાતે એક રીક્ષા સાથે પકડી રીક્ષામાં તપાસ કરતા ચોરીના મોબાઇલ મળી આવેલ જેને વિશ્વાસમાં લઇ પુછપરછ કરતા પોતે તથા મેહુલ ઉર્ફે ધંટો અનકુભાઇ વસ્તાપરા રહે . બાબરકોટ તા જી બોટાદ વાળાએ બોટાદ જીલ્લામાં અલગ અલગ જગ્યાએ ચોરીઓ કરેલ હોવાનુ જણાવેલ અને આરોપી પાસેથી ( ૧ ) સેમસંગ કંપની નો એ -૧૩ મોડલનો મોબાઇલ કિં.રૂ. ૧૫,૦૦૦  જે બોટાદ , તાજપર રોડ ઇંટોના ભઠ્ઠા પાસેના મકાનમાંથી ચોરી કરેલ ( ર ) સેમસંગ કંપની નો જે -૨ મોડલનો નો મોબાઇલ કિં.રૂ. ૩,૦૦૦  જે બોટાદ , તાજપર રોડ ઇંટોના ભઠ્ઠા પાસેના મકાનમાંથી ચોરી કરેલ ( ૩ ) ઓપ્પો કંપનીનો સિલ્વર કલરનો મોબાઇલ કિં.રૂ. ૩૦૦૦  જે બોટાદ જીલ્લા સમઢીયાળા – ૧ ખાતેથી ચોરી કરેલ ( ૪ ) ઓપ્પો કંપનીનો ગોલ્ડન કલરનો મોબાઇલ કિં.રુ. ૧૦,૦૦૦ જે મોબાઇલ બોટાદ જીલ્લા નાગલપર ગામે બેલાના કારખાના પાસથી ચોરી કરેલ ( ૫ ) રેડ મી કંપનીનો કાળા રંગનો મોબાઇલ કિં.રૂ. ૫૦૦૦ જે મોબાઇલ બોટાદ શહેરમાં ભાંભણરોડ ખાતેથી ચોરી કરેલ ( ૬ ) વિવો કંપનીનો સફેદ રંગનો મોબાઇલ કિં.રૂ ૪૦૦૦  જે મોબાઇલ બોટાદ શહેરમાં યોગીનગર ખાતેથી ચોરી કરેલ ( ૭ ) ઓપ્પો કંપનીનો વાદળી કલરનો મોબાઇલ કિં.રૂ. ૧૦,૦૦૦  ( ૮ ) સેમસંગ કંપની નો બંધ મોબાઇલ કિં.રૂ. ૨,૦૦૦  ( ૯ ) રોકડ રૂ . ૨૪૦૦  બોટાદ , તાજપર રોડ ઇંટોના ભઠ્ઠા પાસેના મકાનમાંથી ચોરી કરેલ ( ૧૦ ) હીરોહોન્ડા સ્પેલેન્ડર પ્લસ મો.સા. જેના એન્જીન નંબર MBLHA10EEA9B02246 તથા ચેસીસ નંબર પાળીયાદ ખાતેથી ચોરી કરેલ HA10EAA9B03690 ના છે કિં.રૂ. ૧૫,૦૦૦ / ( ૧૧ ) હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. જેના એન્જીન નંબર MBLHA10AMCHL07043 તથા ચેસીસ નંબર HA10EJCHL28156 ના છે કિં.રૂ ૧૫,૦૦૦ / – જે તેના મિત્ર મેહુલે ચોરી કરી આરોપી વિઠ્ઠલભાઇ ને આપેલ હતુ આમ આરોપી વિનોદભાઇ વિઠ્ઠલભાઇ સહરવા જાતે કોળી પટેલ ઉ.વ. ૨૬ રહે બાબરકોટ ચોકડી પેટ્રોલ પંપ સામે તા.જી.બોટાદ વાળાને ચોરી કરીને મેળવેલ રીક્ષા -૧ કિં.રૂ. ૨૦,૦૦૦ તથા મોબાઇલ નંગ- ૮ કિં.રૂ. પર , ૦૦૦  તથા રોકડ રૂપિયા ૨૪૦૦ તથા મો.સા. -૦૨ કિ.રૂ .૩૦,૦૦૦  મળી કુલ ૧,૦૪,૪૦૦  મુદ્દામાલ સાથે પકડી વધુ આગળની કાર્યવાહી માટે પાળીયાદ પો.સ્ટે.ખાતે સોંપી આપેલ છે…

Picsart_23-02-27_17-49-52-720.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *