Gujarat

બોડેલી ના આજુબાજુ વિસ્તારમાં માનવ ભક્ષી દીપડો ન ઝડપાતા બોડેલી વકીલ મંડળ આવ્યું મેદાનમાં વન વિભાગના અધિકારીઓને આરોપી બનાવવા, પોલીસ ફરિયાદ નોંધવા માંગ કરી

ફરિયાદી તરીકે મરનાર બાળકના પિતા જણાવી રહ્યા છે કે જબુગામ મુકામે અમારા ખેતર માં અમો ફરીયાદી તથા અમો ફરીયાદી ના પત્ની તથા અમો ફરીયાદી ના બે પુત્રો સાથે ઢોરો માટે ઘાસચારો કાપવા માટે ગયેલ હતા. તે સમયે અમો ફરીયાદી અમાશ બન્ને પુત્રો ને ખેતરના શેઢા ઉપર ખુલ્લામાં મુકી ધાસચારો કાપતા હતા. તે સમયે અચાનક દીપડા દ્વારા અમો ફરીયાદી ના નાના પુત્ર સાહીલકુમાર જેની ઉમર આશરે ૨ વર્ષ ની હોય તેના ઉપર હુમલો કરી નાના પુત્ર સાહીલ ને તેના જડબા માં નાખી જતો હતો ત્યારે મારા મોટા દિકરા દ્વારા બુમા બુમ કરતા હુ તથા મારી પત્ની ખેતર માંથી દોડના માસ મોટા દીકરા પાસે આવતા દિપડા ને જયેન્દ્રસિંહ રણા ના મકાઇ ના ખેતર માં જતા જોયેલ હતો જેથી હ તથા મારી પત્ની મારા નાના પુત્ર ને હું બચાવવા દીપડા ની પાછળ દોડેલ પરંતુ મકાઇ નુ ખેતર મોટુ હોવાથી દિપડો પકાડાયેલ નહી જેથી હુ એ મારા મોબાઇલ થી મારા ગામના લોકો ને ફોન કરતા આશરે ૪૦-૫૦ માણસો મકાઇ ના ખેતરમાં આવી ગયેલ જેથી દીપડો
 ખેતરના શેઢા ઉપર લોહી લુહાણ હાલતમાં છોડી જતો રહેલ તેની હાલત ગંભીર હોય તેને જબુગામ સરકારી દવાખાને લઇ ગયેલ ત્યા ડોકટર દ્વારા તેને મૃત જાહેર લ
અગાઉ પણ જંગલી દીપડા દ્વારા પાવીજેતપુર તાલુકા ના ધુટણવડ ગામમાં પણ દિપડા દ્વારા ચાર બાળકો ઉપર જાન લેવા હુમલો કરેલ હતો અને તેમા પણ બાળકો ના મરણ થયેલ હતા તેમ છતા છોટાઉદેપુર ના જીલ્લા ફોરેસ્ટ ઓફીસર તથા આર.એફ.ઓ તથા બીટ ગાર્ડ દ્વારા પોતાને મળેલ સત્તા તથા જવાબદારી પુર્વક જંગલી દીપડાને પકડવા માટે કોઇ નક્કર પગલા લેવામાં આવેલ નથી અને તેમની નોકરી દરમ્યાન બેજવાબદારી ભર્યું વર્તન કરેલ હોય જેના કારણે અમો ફરીયાદી ના નાના દિકરા સાહીલ નુ મરણ થયેલ હોય અને ત્યાર બાદ ધોળીવાવ ખાતે પણ તા.૦૩/૦૨/૨૦૨૩ ના રોજ બીજા એક માસુમ બાળક ઉપર દીપડા દ્વરા જાન લેવા હુમલો કરતા તેનુ પણ મરણ થયેલ હોય તેમજ જબુગામ ગામે પણ આજથી ૨૦-૨૫ દિવસ ઉપર ગાય ના વાછારડા ઉપર પણ દિપડાએ હુમલો કરતા તેઓનુ પણ મરણ થયેલ તેમ છતા અવાર નવાર જાન લેવા હુમલો થયા અંગે પણ વારંવાર ટીવી ચેનલો, લોકલ ન્યુઝ ચેનલો તથા ન્યુઝ પેપરઓ મા જાહેરાતો આપવા છતા જીલ્લા ફોરેસ્ટ ઓફીસર દ્વારા કોઇ પણ પ્રકાર ની દિપડાને પકડવાની જવાબદારી પૂર્વક કાળજી રાખેલ ન હોય જેના કારણે માસુમ બાળકો નું મરણ થયેલ હોય જેથી આજ રોજ ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા નમ્ર વિનંતી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230205-WA0033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *