Gujarat

રાજકોટ શહેરની પદ્મકુંવરબા હોસ્પિટલ પ્રસુતિ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે

*રાજકોટ શહેરની પદ્મકુંવરબા હોસ્પિટલ પ્રસુતિ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે.*

*રાજકોટ શહેર તા.૨૨/૫/૨૦૨૩ ના રોજ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તબીબી સેવા અંતર્ગત ચાલતી જીલ્લા હોસ્પિટલો ખાતે વર્ષ ૨૦૨૨-૨૩માં થયેલી પ્રસુતિ અંગેનો રીપોર્ટ અનુસાર સમગ્ર રાજ્યની જીલ્લા હોસ્પિટલોમાં સૌથી વધુ સફળ અને ગુણવત્તાસભર પ્રસુતિ કરાવનાર હોસ્પિટલ તરીકે રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલે ગૌરવપૂર્ણ પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ રીપોર્ટ અનુસાર વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે કુલ ૪૬૬ર સફળ પ્રસુતિઓ થયેલ છે, જે મુજબ સરેરાશ માસિક ૩૮૯ પ્રસુતિ કરવામાં આવે છે. ઉપરાંત, માતૃત્વ અને બાળ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગતની પૂર્વ પ્રસુતિ સેવા, સીઝેરીયન, કુટુંબ નિયોજનના ઓપરેશન, નવજાત શિશુની સારવાર જેવી સેવાઓ પણ પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે ગુણવત્તાસભર રીતે પૂરી પાડવામાં આવી રહી છે. હોસ્પિટલને રાષ્ટ્રીય સ્તરનાં માપદંડના શ્રેષ્ઠ સ્કોર અને સર્ટીફીકેટ મળેલ છે, તેમજ માતૃત્વ અને બાળ કલ્યાણ કામગીરી અંગે ખ્યાતિપ્રાપ્ત SKOCH એવોર્ડ પણ મળેલ છે. આમ રાજ્ય સરકાર દ્વારા રાજકોટવાસીઓને પદ્મકુંવરબા હોસ્પિટલ દ્વારા શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સુવિધાઓ આપવામાં આવી રહી છે.*

*રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.*

IMG-20230522-WA0037.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *