Gujarat

લીલીયા મોટા ખાતે રમજાન ઇદ પરશુરામ જયંતિ અને ઠાકર મંદિર ખાતે ભૂમિ પૂજન કાર્યક્રમ ધામધૂમ પૂર્વક યોજાયા

લીલીયા મોટા ખાતે રમજાન ઇદ પરશુરામ જયંતિ તેમજ ઠાકર મંદિર ખાતે ભરવાડ સમાજ ની વાડી નું ભૂમિ પૂંજન તેમજ 11 કુંડી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું જેમાં સવારે 9 કલાકે લીલીયા ઇદગાહ પર મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ની નમાઝ અદા કરવા માં આવેલ જેમાં આજુ બાજુ ના ગામો માંથી મુસ્લિમ સમાજ ના લોકો ખુબ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેલ નમાઝ બાદ એકબીજા લોકો એ ઈદ ની શુભકામના પાઠવેલ તેવીજ રીતે લીલીયા બ્રહ્મ સમાજ દ્વારા બપોરે 4/30, કલાકે ડી જે નાં સથવારે જય પરશુરામ નાં નાદ સાથે 125, બાઇક સાથે બાઈક રેલી ભીડભંજન મહાદેવ થી શરુ કરી વડવાળા મંદિર નાં પટાંગણ માં દાદા ની પૂજા, આરતી, કરી હતી આ તકે મોટી સંખ્યા માં ભાઈઓ તથા બહેનો નો રાસોત્સવ યોજાયો, ત્યાંથી મોટી સંખ્યા માં શોભાયાત્રા ગાયત્રી મંદિર સુધી ડી જે નાં સથવારે ચાલી, ત્યાં કેક કાપી દાદા નો જન્મોત્સવ, આરતી, પૂજન થયુ, વડીલો એ પ્રાસંગિક પ્રવચન માં સમાજ ની એકતા પર ભાર મૂક્યો જ્યારે લીલીયા ના સુપ્રસિદ્ધ ઠાકર મંદિર ખાતે જગ્યા ના મહંત પોપટ ભગત ના અધ્યક્ષ સ્થાને ભરવાડ સમાજ માટે વાડીનું ખાતમુરત કરાયું ત્યારબાદ ઠાકર મંદિર ખાતે ૧૧ કુંડી હવન કરવામાં આવેલ અને સાથે સંતવાણી કાર્યક્રમ અને ભોજન પ્રસાદ નું આયોજન ઠાકર મંદિર ખાતે રાખવામાં આવેલ જેમાં આજુબાજુ ગામના ભરવાડ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ આ તકે  લીલીયા પી એસ આઇ એસ આર ગોહિલ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230423-WA0051.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *