અભિનેતા દિવ્યા સેઠની પુત્રી મિહિકા સેઠનું 5 ઓગસ્ટ, સોમવારે નિધન થયું હતું. દિવ્યાએ (6 ઓગસ્ટ) સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ દુઃખદ સમાચાર શેર કર્યા. મિહિકા પ્રખ્યાત ટીવી અભિનેત્રી સુષ્મા સેઠની પૌત્રી હતી.
દીકરીના નિધનના સમાચાર શેર કરતા દિવ્યાએ ફેસબુક પર લખ્યું, “અત્યંત દુખ સાથે અમને જણાવવું પડે છે કે અમારી પ્રિય મિહિકા હવે અમારી વચ્ચે નથી. તેણે 5 ઓગસ્ટ 2024ના રોજ આ દુનિયાને અલવિદા કહ્યું.” દિવ્યા અને તેના પતિ સિદ્ધાર્થ શાહ દ્વારા આ નોટ જારી કરવામાં આવી હતી. તેના પર બંનેની સહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે મિહિકા ઘણા સમયથી બીમાર હતી.
નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ મિહિકાનું નિધન અચાનક જ થયું છે, 5 ઓગસ્ટે તેને તાવ આવ્યો હતો અને હુમલો આવ્યો જેના કારણે તેનું અવસાન થઈ ગયું, પરિવાર પુત્રીના નિધનથી શોકમાં ગરકાવ છે, પરિવારે 8 ઓગસ્ટે સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા વચ્ચે પ્રાર્થનાસભા રાખી છે, જેમાં પરિવાર સહિત સંબંધીઓ સિંધ કોલોની ક્લબ હાઉસમાં એકઠા થશે
દિવ્યાની પોસ્ટ પર તેના ફોલોઅર્સ તરફથી કોમેન્ટ આવી રહી છે. આ દુખની ઘડીમાં લોકો તેમની સાથે છે. પરિવાર માટે આ દુ:ખ કેટલું મોટું હશે તેની કલ્પના કરી શકાતી નથી, દિવ્યાના ચાહકો અને નજીકના લોકો આ મુશ્કેલ સમયમાં તેને હિંમત આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.