Gujarat

રાજકોટ વિદેશી દારૂના ગુન્હામાં પકડાયેલ 2 ઇસમોને પાસા અધિનીયમ મુજબ અટકાયત કરતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ વિદેશી દારૂના ગુન્હામાં પકડાયેલ 2 ઇસમોને પાસા અધિનીયમ મુજબ અટકાયત કરતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતી સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા તેમજ આવી ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલા પાસા/હદપારી કરવા સુચના કરેલ જે અન્વયે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્રારા પાસા દરખાસ્ત તૈયાર કરીને મોકલવામાં આવેલ જે પોલીસ કમિશનર દ્રારા મંજુર કરવામાં આવતા બન્ને ઇસમને પકડી પાસા વોરંટની બજવણી કરી સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે. (૧) લકીરાજસિંહ રઘુવીરસિંહ ઝાલા જાતે-દરબાર ઉ.૨૮ રહે.રામધામ સોસાયટી પ્લોટનં.૩૫ રતનપર તા.જી.રાજકોટ, મુળ-ઢાકી તા.લખતર જી.સુરેન્દ્રનગર (૨) રોહીત ઉર્ફે રાહુલ ભરતભાઈ ભેસજાળીયા જાતે-કોળી ઉ.૨૩ રહે.માધવવાટીકા શેરીનં.૧ માંડાડુંગર પાછળ રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260616-WA0009.jpg