લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
૧૪-અમરેલી લોકસભા મતવિસ્તારની ચૂંટણી
માટે ૦૧ ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી
૦૮ ઉમેદવારો વચ્ચે લોકસભાની ચૂંટણી યોજાશે
અમરેલી તા.૨૨ એપ્રિલ, ૨૦૨૪ (સોમવાર) ૧૪-અમરેલી લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ઉમેદવારી પરત ખેંચવાના દિને ૦૧ અપક્ષ ઉમેદવાર જેરામભાઈ રાઘવભાઈ પરમારે ઉમેદવારી પરત ખેંચી હતી.
આગામી તા. ૦૭ મે, ૨૦૨૪ના રોજ યોજાનાર મતદાન પ્રક્રિયા અંતર્ગત અમરેલી લોકસભાની ચૂંટણી ૦૮ ઉમેદવારો વચ્ચે યોજાશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉમેદવારોના ઉમેદવારી પત્રકોની ચકાસણી અને ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા સમાપ્ત થઈ છે. ૧૪-અમરેલી લોકસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે બહુજન સમાજ પાર્ટી, ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી, ગ્લોબલ રીપબ્લિકન પાર્ટી અને ૦૪ અપક્ષ ઉમેદવારો સહિત આઠ ઉમેદવારો વચ્ચે ૧૪-અમરેલી લોકસભા ચૂંટણી થશે.
