Gujarat

પાવી જેતપુર ની શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલ ખાતે ટીબી રોગ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

           જેતપુર પાવી તાલુકા માં આવેલ શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલ  પાવીજેતપુર ખાતે  જિલ્લા ક્ષય કેન્દ્ર અને શાળાના એન.એસ.એસ. યુનિટ ના સંયુક્ત ઉપક્રમે ટી.બી. રોગ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના  ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા કુલ 495 વિદ્યાર્થીઓ ને ટીબી રોગ વિશે તાલુકા ટીબી સુપરવાઇઝર  વિનોદભાઈ ડી વણકર દ્વારા  ટીબી રોગના લક્ષણો, તેનું નિદાન અને સારવાર તથા ક્ષય પોષણ યોજના હેઠળ આપવામાં આવતી સહાય અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. શાળાના સુકાની શાહિદ શેખ દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન માં જોડાવવા ની હાકલ કરી આપણી આસપાસ રહેતાં લોકોને ટી.બી. રોગ અંગે માહિતગાર કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં વિદ્યાર્થીઓ ને પ્રશ્નોત્તરી કરી પ્રતિભાવો લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપી પ્રેરક બળ પુરૂ પાડવામાં આવ્યું હતું.

IMG-20240129-WA0056.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *