Gujarat

કેટલાક શખ્સોએ આંગડિયા પેઢીમાં રૂપિયા લેવા આવેલા કર્મચારીને લૂંટ્યોની ઘટના સામે આવી

સુરતમાં મહિધરપુરામાં ૮૮ લાખના હીરાની લૂંટ

સુરતના મહિધરપુરામાં ૮૮ લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાની ઘટના સામે આવી છે. બાઈકચાલક શખ્સોએ અપહરણ કરીને લૂંટ કરી હોવાની વાત સામે આવી છે. જાે કે, હાલ ફરિયાદી પોતે જ શંકાના દાયરામાં હોવાની પોલીસે વાત કરી છે. આંગડિયા પેઢીમાં રૂપિયા લેવા આવેલા કર્મચારીને કેટલાક શખ્સોએ લૂંટ્યો હોવાની વાત સામે આવી છે. પહેલા ભોગ બનનાર કર્મચારીએ હીરા લૂંટાયા હોવાની વાત કરી હતી. તો હીરાની વાત કર્યા બાદ અપહરણ કરીને રૂપિયાની લૂંટ કરી હોવાનો દાવો કર્યો હતો. લૂંટાયેલા કર્મચારીની વાતોના આધારે તે પોતે જ શંકાના દાયરામાં આવ્યો છે. અપહરણ કરીને લૂંટની ઘટના ઉપજાવી હોય તેવી શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *