સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત ચાલતી ઈન સ્કુલ યોજનામાં શ્રી સાંઈ વિદ્યા સંકુલ જોડીયા ના ખેલાડીઓએ ભાગ લઈ જિલ્લા કક્ષાએ 6 ગોલ્ડ, 10 સિલ્વર અને 24 બ્રોન્ઝ થઈ ને 40 મેડલો પ્રાપ્ત કર્યા હતા. ખેલ મહાકુંભ 2.0 ની જામનગર જિલ્લા કક્ષા ટેકવોન્ડો ભાઈઓ સ્પર્ધા જે. પી. મોદી સ્કુલ વસઈ, બહેનો સ્પર્ધા ડી.એલ.એસ.એસ. કાલાવડ મુકામે યોજાઇ હતી.
ખેલ મહાકુંભ 2.0 અલગ-અલગ વય જૂથ અને વજન જૂથ આધારે ગોલ્ડ મેડલ ખિલાડી મકવાણા શ્વેત, ભાંભોર રણછોડ, રામાવત તુલસી, ભીમાણી દિયા, ઝાપડા સંદીપ, વકાતર રવિકુમારએ પ્રાપ્ત કર્યા. સિલ્વર મેડલ ખેલાડી સોયગામા ભાવેશ, સાંચલા શિવમ, પિંગળ યશરાજસિંહ, જોગેલ રાજેશ, ધામેચા પરેશ, ભીમાણી હેત, ગોધાણી અભી, કાસુન્દ્રા જયશ્રી, ખાટરીયા માનસી, રાસમીયા મૌલીએ પ્રાપ્ત કર્યા. અને બ્રોન્ઝ મેડલ ખેલાડી નંદાસણા શ્યામ, સોયગામા વરૂણ, કાલાવડીયા હેપી, રાઠોડ સુમિત, ભરવાડ કાનાભાઈ, સંગાડા સૃષ્ટિરાજ, પોપટપુત્રા તાબીસ, ખાંભુ અમિત, રામાવત પ્રેમ, ઝાલા મહિપાલસિંહ, દંગી હર્ષિલ, ભીમાણી નિરવ, ભીમાણી ચિન્ટુ, પરમાર મેહુલ, પરમાર રાજ, પનારા ઉર્વી, જાડેજા ગાયત્રીબા, કુંડારિયા હાર્વીબેન, ટોયટા જાગૃતિ, જાવિયા રૂત્વી, મારવણીયા સાક્ષી, ભીમાણી ખુશી, કાનાણી પ્રાચી, નંગામરા અક્ષાબાનુએ પ્રાપ્ત કર્યા. શાળા તથા જોડીયા તાલુકાના ગૌરવમાં વધારો કરવા બદલ શાળાના આચાર્યશ્રી જગદીશ વિરમગામા અને શાળાના ટ્રસ્ટીઓ તેમજ શિક્ષક ગણએ ખેલાડીઓને તથા કોચ જયવિરસિંહ સરવૈયાને શુભકામના પાઠવી.

