આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ……. જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ – છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને વાહન ચેકીંગ કરવા સમજ કરેલ છ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ” હલ્દી મહૂડી ત્રણ રસ્તા ઉપર વાહન ચેકીંગની કામગીરીમાં હતા તે દરમ્યાન કઠીવાડા(એમ.પી) – ☆ તરફથી એક ઇસમ મો.સા લઇને આવતા સદર ઇસમને હાથ વડે ઇશારો કરી ઉભો રાખતા જે મો.સા જોતા લાલ કલરની સિલ્વર પટ્ટાવાળી હીરો હોંડા કંપનીની સી.ડી ડીલક્સ જેનો રજી.નંબર GJ-06-DA-7349 હોય જે મોટર સાયકલની માલીકી અંગે આધાર-પુરાવો માંગતા તેની પાસે કોઇ આધાર પુરાવો મળી આવેલ નહી જેથી મો.સાના ચેચીસ તથા એન્જીન નંબર – ઉપરથી ખાત્રી તપાસ કરતા મોટર સાયકલના માલિક તરીકે રાજેન્દ્રકુમાર મણીલાલ પટેલ રહે.થુવાવી તા-ડભોઇ. જી-વડોદરા ના હોય સદર મો.સા ગાડીની માલીકી અંગેના આધારભુત પુરાવા મળી આવેલ ન હોય જેથી પકડાયેલ ઇસમ ચેતનભાઇ અલસીંગભાઇ ભીલાલાને સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી અર્થે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

