છોટાઉદેપુરના નારાયણ સ્કૂલ ખાતે છોટાઉદેપુર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના નેતા અને વડોદરા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા, હાથ હાથ સે હાથ જોડોના પ્રદેશના કો કન્વીનર અર્જુનભાઇ રાઠવા,જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધીરેનભાઈ તિવારી, જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ જવનીકાબેન રાઠાવા, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુલેમાનભાઈ રલિયા સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

