Gujarat

નવનિર્મિત ઓરડાઓનું લોકાર્પણ: ઉનાના કાળાપણ ગામે રૂ. 60 લાખના ખર્ચે બનેલા પ્રાથમિક શાળાના ઓરડાઓનું લોકાર્પણ કરાયું; ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા..

ઉના તથા ગીરગઢડા તાલુકાના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ ધારાસભ્ય દ્વારા કાળાપણ ગામની પ્રાથમિક શાળામાં 60 લાખના ખર્ચે બનેલા ઓરડાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં આગેવાનો હોદ્દેદારો, ગ્રામજનો, શિક્ષકો, વિધાર્થીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના છાત્રો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા.
ઉનાના કાળાપણ ગામમાં પ્રાથમિક શાળાને નવી બનાવવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. સરકાર દ્વારા રૂ. 60 લાખના ખર્ચે મંજૂર કરાતા અને આ શાળાના ઓરડાઓનું કામ પૂર્ણ થતા આજરોજ કાળાપણ ગામે પ્રાથમિક શાળાના નવા અધ્યતન બિલ્ડીંગનું ધારાસભ્ય કે.સી.રાઠોડના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શાળાનાં છાત્રો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજેલા જેમાં રોકડ પુરસ્કાર પણ અર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રકાશભાઈ ટાંક, જિલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ બાબુભાઈ બાંભણીયા, તાલુકા પંચાયતના પ્રમુખ એભાભાઈ મકવાણા, કારોબારી સમિતિના ચેરમેન મોહનભાઈ વાજા, તાલુકા પંચાયતના સદસ્ય દેવશીભાઈ મકવાણા, રામભાઈ ચૌહાણ, રાહુલભાઈ બાંભણીયા, ચનુભાઈ બાંભણીયા, ખજુદ્રા ગામના સરપંચ બાલુભાઈ રાઠોડ, સરપંચના પ્રતિનિધિ મહેશભાઈ મજીઠીયા, પૂર્વ સરપંચ ભાણાભાઈ મજીઠીયા, દિનેશભાઈ મજીઠીયા, જગદીશસિંહ રાઠોડ સરપંચ સદસ્યઓ સહિતના આગેવાનો શાળાના આચાર્ય શિક્ષકગણ વિધાર્થીગણ તેમજ ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20240130-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *