Gujarat

NSUI દ્વારા શાળામાં ક્વિઝ *સ્પર્ધાનું આયોજન*

NSUI દ્વારા શાળામાં ક્વિઝ *સ્પર્ધાનું આયોજન*

આજરોજ તારીખ 31/ 8/ 2024 ના રોજ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કુલમાં NSUI દ્વારા ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ હતું.આ સુંદર કાર્યક્રમની શરૂઆત શાળામાં દીપ પ્રાગટ્ય અને સમૂહ પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગ નિમિત્તે શાળાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી મુકુંદભાઈ નાગ્રેચા સાહેબ તેમજ NSUI ના ઉપાધ્યક્ષ શ્રી કેતનભાઇ ખુમાણ ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમા ચાર ટીમોમા ભારતીય રમતવીરોના નામ જેવા કે A પી.વી.સિંધુ,B મનુ ભાકર, C મીરાબાઈ ચાનું તેમજ Dસાક્ષી મલિક , ટીમ ના નામ આપીને આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પી.વી. સિંધુ નો પ્રથમ નંબર આવ્યો હતો જેમને કેતનભાઇ ખુમાણ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકુંદભાઈ નાગ્રેચા તેમજ શાળાના આચાર્ય શ્રી ઉષાબેન તેરૈયા ના વરદ હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી. અને અન્ય ત્રણ ટીમોને પ્રોત્સાહક ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં શાળાના વિદ્યાર્થીની બહેનો તેમજ શિક્ષકોની ઉપસ્થિત રહેલ હતી. આ સુંદર કાર્યક્રમમાં શાળાની 800થી પણ વધારે બહેનોએ આ ક્વિઝ ને નિહાળેલ આ કાર્યક્રમમાં સહભાગી શ્રી અશ્વિનભાઈ બાલધિયા , હિતેશભાઈ ઢાપા મનીષભાઈ ભદ્રેશ્વરા, તેમજ આ કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મેહુલભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ હતું.અને કાર્યક્રમ ના અંતર માં આભાર દર્શન નિતાબેન ત્રિવેદી એ કર્યું હતું.

IMG-20240831-WA0034-2.jpg IMG-20240831-WA0033-0.jpg IMG-20240831-WA0032-1.jpg