જૂનાગઢમાં ‘ગુજરાતી વ્યાકરણ મંજૂષા’ પુસ્તકનું વિમોચન
જૂનાગઢમાં જય પબ્લિકેશન દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સંદર્ભ પુસ્તકોના પ્રકાશનની પહેલ થઈ છે. જેમાં જય કૅરિયર એકેડેમી સાથે એક દાયકાથી જોડાયેલ ભાષા તજજ્ઞ અને રાજ્ય- રાષ્ટ્રીય એવોર્ડી શિક્ષક એલ.વી.જોશી લિખિત ‘ગુજરાતી વ્યાકરણ મંજૂષા’ પુસ્તકનું વિમોચન ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ચેતન ત્રિવેદી તેમજ મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવેલ.
ડૉ.ત્રિવદીએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સ્વભાષા ગુજરાતી વ્યાકરણમાં જ કાચા રહી જાય છે, ત્યારે ખૂબ સરળ ભાષામાં લખાયેલ જોશી સાહેબનું આ પુસ્તક મારી દૃષ્ટિએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતૃભાષાને પ્રેમ કરનારા સૌ માટે દીવાદાંડીરૂપ બની રહેશે.
આ સમારોહમાં ડૉ.વિશાલ જોશી, ડૉ. ચિંતન વૈષ્ણવ, ડૉ.રઘુભાઈ ખીમાણી, ભરતભાઈ મેસિયા, ધીરુભાઈ સાદરિયા, જગદીશભાઈ જોગલ, એમ.વી. વેકરિયા, સુરેશભાઈ બોરીસાગર નિશાંતભાઈ ચૌહાણ, મહેશભાઈ કેલૈયા, ડૉ.અંજલિબેન , ભાવનાબેન ઠુંમર, વનીતાબેન કોટડિયા તેમજ જય કેરિયર એકેડેમી ફેકલ્ટી સહિત જૂનાગઢના પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. રમેશ મહેતાએ કરેલ અને આભારવિધિ એકેડેમી ડાયરેક્ટર પારસ સંઘવી એ કરેલ.
રિપોર્ટ સી. વી. જોશી વિસાવદર


