Gujarat

સંખેડામાં વિદ્યાર્થિનીઓની છેડતીની ઘટના બનતા એસ.ટી બસની શરૂઆત કરાઈ

જિલ્લા પંચાયત પ્રમુખે વિદ્યાર્થીઓ સાથે બસમાં મુસાફરી કરી
સંખેડા તાલુકાના એક ગામની વિદ્યાર્થિનીઓ સાથે ખાનગી વાહનમાં છેડતી કરવામાં આવી હતી. જે મુદ્દે ખૂબ હોબાળો થતાં સરકાર જાગી હતી અને આજથી વિદ્યાર્થીઓ માટે એસ.ટી.બસની શરૂઆત કરવામાં આવતા વિદ્યાર્થીઓ ખુશ જોવા મળ્યા હતા. આજથી એસ.ટી.બસની સુવિધા શરૂ કરી હતી. આજે વહેલી સવારે કુંડિયા ગામે એસ.ટી.બસ આવી હતી જેની જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે પૂજા કરીને બસયાત્રાની શરૂઆત કરી હતી. મલકાબેન પટેલે જાતે બસમાં વિદ્યાર્થીઓ સાથે બેસીને મુસાફરી કરીને શરૂઆત કરાવી હતી. આ એસ.ટી.બસની સુવિધા થતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી.આ મામલે જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલે પોતાની નૈતિક જવાબદારી નિભાવી હતી

IMG_20240105_161230.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *