રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની ૩-દિવસીય ચાલી રહેલી બેઠકના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણી પહેલા રિઝર્વ બેંકે લોકોને મોટી રાહત આપી છે. બેઠકમાં લેવાયેલા ર્નિણયોની માહિતી આપતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, એટલે કે આ દરોને ૬.૫ ટકા પર યથાવત રાખવામાં આવ્યા છે. આનો અર્થ એ છે કે તમારી ઈસ્ૈંમાં કોઈ ફેરફાર થશે નહીં. આ સતત સાતમી વખત છે જ્યારે ઇમ્ૈંએ રેપો રેટ સ્થિર રાખવાનો ર્નિણય લીધો છે. રેપો રેટની સાથે, રિઝર્વ બેંકે રિવર્સ રેપો રેટને ૩.૩૫% પર સ્થિર રાખ્યો છે. સ્જીહ્લ દર અને બેંક દર ૬.૭૫% પર રહે છે. જ્યારે, જીડ્ઢહ્લ દર ૬.૨૫% પર સ્થિર છે.
ભારતીય રિઝર્વ બેંકે છેલ્લે ૮ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ રેપો રેટમાં વધારો કર્યો હતો. ત્યારબાદ આરબીઆઈએ તેમાં ૨૫ બેસિસ પોઈન્ટ અથવા ૦.૨૫ ટકાનો વધારો કરીને ૬.૫ ટકા કર્યો હતો. ત્યારથી, આ દરો સતત છ એમપીસી મીટિંગમાં યથાવત રાખવામાં આવ્યા છે અને આ વખતે પણ પહેલાથી જ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તેમાં કોઈ ફેરફાર થશે નહીં.
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે વૃદ્ધિએ તમામ અંદાજાેને વટાવીને તેની ગતિ જાળવી રાખી છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી બંને માટે હેડલાઇન ફુગાવો ઘટીને ૫.૧% થયો છે, જે ડિસેમ્બરમાં ૫.૭%ની ટોચે હતો, જે અગાઉના બે મહિનામાં ૫.૧% હતો. આગળ જાેતાં, મજબૂત વૃદ્ધિની સંભાવનાઓ નીતિને ફુગાવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની અને તેના ૪% લક્ષ્ય સુધી વધવાની ખાતરી કરવાની તક પૂરી પાડે છે.

