સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે આવેલ લોકશાળા ખડસલી ખાતે પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે શાળા સંકુલમાં શાળાના બાળકો શૈક્ષણિક કર્મચારીગણ દ્વારા શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો
પ્રાર્થના મૌન, સાયંમ પ્રાર્થના સફાઈ અભિયાન તેમજ મહાત્મા ગાંધીના જીવનકવનના સંસ્મરણો વાગોળતાં વાગોળતાં શ્રધ્ધાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો.
આ તકે શાળાના કર્મચારીગણ નાનજીભાઈ મકવાણા પ્રવિણભાઈ પટેલ ગોવાભાઈ ગાગીયા, પ્રતિકભાઈ પટેલ, ભાવનાબેન સમેત તમામે પૂ. મહાત્મા ગાંધીને ભાવાંજલી અર્પણ કરી હતી અને બાપુએ કંડારેલ માર્ગ પર ચાલવા પ્રતિબધ્ધતા દાખવી હતી
અને ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને પણ આ માર્ગને પ્રશસ્થિત કરવા માર્ગદર્શન આપ્યું હતું.

