Gujarat

શ્રી જલારામ મંદિર વેરાવળ ડભોર  રોડ દ્વારા પૂજ્ય જલારામ બાપાની 144. પુણ્યતિથિ નિમિત્તે ઉત્સાહપૂર્વક ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી

દેને ટુકડા લેને કો હરી કા નામ  શ્રી જલારામ મંદિર શ્રી લીલાભાઈ વિઠલાણી  નિર્મિતજલારામ મંદિર. તેમજ. જલારામ મંદિર. પરિવાર દ્વારા આયોજિત પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ડભોર રોડ ખાતે  જલારામ બાપાના મંદિરે ખરા હૃદયથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તથા સત્સંગ નું આયોજન કરેલું હતું અને રાબેતા મુજબ. ભાવિકો દર્શને આવતા હતા તથા જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે ભોજન પ્રસાદીનું આયોજન કરેલું હતું.
તેમજ દર રવિવાર ના જેમ ભોજન પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું આમ જલારામ બાપાની 144 મી પુણ્યતિથિ દર્શનાર્થીઓ આવતા હતા ભાવિકો એ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તથા મોટી  સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા જલારામ બાપાની જય. સાથે.ગુંજી ઉઠ્યું
રિપોર્ટર વિમલ રાય કુંડલીયા