બાવળામાં કન્યા શાળા સામે આવેલી સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરીમાં મેન્ટેનસ સર્વેયરની જગ્યાએ વહીવટદાર 5 હજાર રૂપીયાની લાંચ લેતાં એસીબીની ટીમે રંગે હાથે ઝડપી લઇને મેન્ટેનસ સર્વેયરને ફરાર બતાવીને કાયદેસરને કાર્યવાહી હાથ ધરી છે.
બાવળાની વ્યકિતની એન.એ થયેલી જમીનની બાવળામાં કન્યા શાળા સામે આવેલી સીટી સર્વે કચેરીમાં કાચી નોંધ પડી હતી.
આ નોંધની પ્રમાણિત નોંધ (પાકી નોંધ) પડાવવા માટે મેન્ટેનસ સર્વેયરે 5,000 રૂપીયાની માંગણી કરીને તેમનાં ખાનગી એજન્ટ (વહીવટદાર) મનસુખભાઇ ઠાકોરે ફરિયાદી સાથે નોંધ પ્રમાણીત કરવા માટે લાંચની માંગણી કરી હતી.
જેથી તે રૂપિયા આપવા માગતા નહીં હોવાથી અમદાવાદ એસીબી કચેરીનો સંપર્ક કરતા અમદાવાદ એકમ એસીબીનાં મદદનીશ નિયામક કે.બી.ચુડાસમાનાં સુપરવિઝનમાં અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી.પોલીસ ઇન્સપેક્ટર એન.એન.જાદવ અને તેમની ટીમે ટ્રેપનું બાવળા કચેરીમાં આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં લાંચના છટકા દરમ્યાન મનસુખભાઇ ઠાકોરે 5,000 રૂપીયાની રોકડ લઈને બાવળામાં મેન્ટેસ સર્વેયર તરીકે ફરજ બજાવતાં પંકજ પટેલને રુપિયા મળી ગયાનો ફોન કર્યો હતો.
આ તમામ વાતચીત સ્પીકર ઉપર રાખીને કરતા તે રંગે હાથે ખાનગી વહીવટદાર ઝડપાઈ ગયો હતો. તેમજ લાંચના છટકા દરમ્યાન મેન્ટેનસ સર્વેયર પંકજ પટેલ કચેરીમાં હાજર નહી હોવાથી તેને ફરાર બતાવીને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.