Gujarat

થર્ડ પાર્ટીને શંકા જતાં તપાસ માટે પહોંચી; ઘરમાં સહારા વિના ઉભી રહી નહોંતો શકતો ને ટપરી પર ચા બનાવતો નજરે પડ્યો

રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારની શ્રી સમર્પણ હોસ્પિટલમાં રૂપિયા 40 લાખનો બોગસ ક્લેઇમ થયો હોવાનું સામે આવ્યું છે. દર્દી મયુર છુંછારને પેરાલિસિસની અસર થઈ હોવાનો બોગસ રિપોર્ટ બનાવી ખોટો ક્લેઇમ કરવામાં અવતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

જેમાં સમર્પણ હોસ્પિટલના ડો. મેહુલ સોલંકીએ કરેલા કાગળમાં દર્દીને ડાબી બાજુ પેરાલિસીસનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યું.

જ્યારે સમર્પણ હોસ્પિટલના ડો. મનોજ સિડાએ જમણી બાજુ પેરાલિસિસની અસર હોવાનો રિપોર્ટ રજૂ કરતા બે અલગ-અલગ કન્સલ્ટેશનના કાગળો રજૂ થતા ઇન્સ્યોરન્સ કંપની દ્વારા દર્દી મયુર કરશનભાઈ છુંછાર, ડો. અંકીત હિતેષભાઇ કાથરાણી અને શ્રી સમર્પણ હોસ્પિટલના જબાદાર કર્મચારી તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દર્દીએ બહાર જઇ ખોટા બિલ તૈયાર કરી ક્લેઇમ કર્યો હતોઃ રમણીકબા વાળા સમગ્ર મામલે શ્રી સમર્પણ હોસ્પિટલના સંચાલિકા રમણીકબા વાળાએ જણાવ્યું હતું કે, અમારી હોસ્પિટલની સમગ્ર કેસમાં કોઈ સંડોવણી નથી. દર્દી મયુરભાઈ અમારી હોસ્પિટલમાં સામાન્ય સારવાર કરાવવા માટે આવ્યા હતા અને તેઓને અમારા તબીબોએ સારવાર આપી હતી. જે સમગ્ર સારવારના બિલ પણ અમે તેઓને સામાન્ય સારવારના જ આપ્યાં છે.

એમને બહાર જઇ બાદમાં મોટા બિલ ખોટા તૈયાર કરી ક્લેઇમ કર્યો હતો. દર્દીને પોતાની ભૂલ સમજાતા તેમને ક્લેઇમ વિથડ્રો પણ કરી દીધો છે. તેઓને ક્લેઇમની કોઈ રકમ મળી નથી.