આરોગ્ય વિભાગના અધિકારીઓએ મહત્વની ચર્ચા કરતા જણાવ્યું હતું કે, નોઈડાના સેક્ટર ૬૬ માં આવેલી માર્ક હોસ્પિટલને સતત બે દિવસ ઓક્સિજન પાઇપલાઇન ફાટવાથી સીલ કરી દેવામાં આવી છે અને લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. જાેકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સોમવારે સાંજે હોસ્પિટલમાં થયેલા બીજા વિસ્ફોટ બાદ તમામ દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
રવિવારે પહેલો વિસ્ફોટ થયો હતો
રવિવારે બપોરના સમયે પહેલો વિસ્ફોટ ફેઝ ૩ વિસ્તારમાં સ્થિત ૪૯ બેડ સુવિધાના ગ્રાઉન્ડ ફ્લોર પર ઇન્ટેન્સિવ કેર યુનિટ નજીક શોર્ટ સર્કિટને કારણે થયો હતો, એમ તેમણે ઉમેર્યું હતું.
બીજા વિસ્ફોટ પછી, મુખ્ય તબીબી અધિકારી નરેન્દ્ર કુમાર, ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર ડૉ. ચંદન સોની, આરોગ્ય વિભાગના સલાહકાર શ્વેતા ખુરાના અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
ઘણા દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા
ઘટના પછી તરત જ, ઘણા દર્દીઓને નજીકની કૈલાશ હોસ્પિટલ અને ઓમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, અધિકારીઓએ જણાવ્યું હતું કે, એક દર્દી હજુ પણ ૈંઝ્રેંમાં દાખલ છે, જ્યારે બે અન્યને દિલ્હી રિફર કરવામાં આવ્યા છે.
અધિકારીઓએ વધુમાં ઉમેર્યું હતું કે બાકીના દર્દીઓ વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે, જેમાં ડીસીએમઓ સોનીએ જણાવ્યું હતું કે હોસ્પિટલ મેનેજમેન્ટની બેદરકારીને કારણે હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી અને તેનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ઘટનાની તપાસ માટે એક સંયુક્ત સમિતિની રચના કરવામાં આવી છે, એમ તેમણે જણાવ્યું હતું.

