આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની શરૂઆત ૧૯ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશની ટીમ પણ ભાગ લેવા જઈ રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બાંગ્લાદેશ ક્રિકેટથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ કેપ્ટન તમીમ ઈકબાલે ઈન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લઈ લીધો છે. તમીમે તાજેતરમાં જ નેશનલ સિલેક્શન પેનલ સાથે મુલાકાત કરી હતી, જે આ મેગા ઈવેન્ટ માટે બાંગ્લાદેશી ટીમને તૈયાર કરવામાં વ્યસ્ત છે.
જાેકે, ટીમના એલાન પહેલા જ તમીમે સંન્યાસનું એલાન કરી દીધું છે. ૩૫ વર્ષીય તમીમ ઈકબાલે ફેસબુક પર લખ્યું કે, હું લાંબા સમયથી ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છું અને આ અંતર ક્યારેય સમાપ્ત નહીં થશે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં મારું ચેપ્ટર સમાપ્ત થઈ ગયું છે.
હું થોડા સમયથી આ વિશે વિચારી રહ્યો હતો અને ચેમ્પિયન્સ ટ્રોફી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, હું નહોતો ઇચ્છતો કે ટીમ મારા વિશેની ચર્ચાઓથી વિચલિત થાય. આ કારણોસર મેં ઘણા સમય પહેલા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી પોતાને દૂર રાખ્યો હતો. જાેકે મીડિયાએ ક્યારેક-ક્યારેક તેનાથી વિપરિત સૂચન આપ્યા હતા. તેણે કહ્યું કે, દરેક ક્રિકેટરને પોતાનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર છે. મેં આ ર્નિણય લેવા માટે મારો સમય લીધો છે.
હવે મને લાગે છે કે સમય આવી ગયો છે. કેપ્ટન નઝમુલ હુસૈને મને પાછા ફરવા વિનંતી કરી અને મેં સિલેક્શન પેનલ સાથે પણ વાત કરી. હું આભારી છું કે તેમણે હજુ પણ મારામાં ક્ષમતા જાેઈ પણ મેં મારા હૃદયનું સાંભળ્યું. તમીમે આગળ કહ્યું કે, ૨૦૨૩ વર્લ્ડ કપ પહેલા ટીમની બહાર રહેવું મારા માટે ચોંકાવનારું હતું. હું જ્યાં પણ ગયો ત્યાં ચાહકોએ મને ફરીથી નેશનલ ટીમમાં જાેવાની ઈચ્છા વ્યક્ત કરી. હું તેમના પ્રેમ અને સમર્થન માટે ઊંડાણ પૂર્વક વિચારું છું.
મારા દીકરાએ મને સીધું તો ન પરંતુ તેણે તેની માતાને કહ્યું હતું કે હું પિતાને રાષ્ટ્રીય ટીમની જર્સીમાં જાેવા માગુ છું. ચાહકોને નિરાશ કરવા બદલ મને દુઃખ છે. મેં મારા દીકરાને કહ્યું કે, જ્યારે તું મોટો થઈશ ત્યારે તું તારા પિતાનો ર્નિણયને સમજીશ. તમીમ ઈકબાલે જુલાઈ ૨૦૨૩માં પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો, પરંતુ બાદમાં તેણે પોતાનું મન બદલી નાખ્યું. તમીમ બાંગ્લાદેશ માટે પોતાની છેલ્લી મેચ સપ્ટેમ્બર ૨૦૨૩માં રમ્યો હતો.
તમને જણાવી દઈએ કે, તમીમે ફેબ્રુઆરી ૨૦૦૭માં ઝિમ્બાબ્વે સામેની ર્ંડ્ઢૈં મેચથી પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે જ વર્ષે, તેણે ર્ંડ્ઢૈં વર્લ્ડ કપમાં ભારત સામે બાંગ્લાદેશની જીતમાં મેચ વિજેતા અડધી સદી ફટકારી હતી.તમીમ ઈકબાલે ૭૦ ટેસ્ટ મેચમાં ૩૮.૮૯ની સરેરાશથી ૫૧૩૪ રન બનાવ્યા હતા, જેમાં ૧૦ સદી અને ૩૧ અડધી સદીનો સમાવેશ થાય છે. ૨૪૩ વનડેમાં તમીમે ૩૬.૬૫ની એવરેજથી ૮૩૫૭ રન બનાવ્યા છે.
તમીમે વનડેમાં ૧૪ સદી અને ૫૬ અડધી સદી ફટકારી છે. તમીમે ૭૮ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૨૪.૦૮ની એવરેજથી ૧૭૫૮ રન બનાવ્યા. તમીમના નામે ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં એક સદી અને સાત અડધી સદી છે. તમીમ ઈકબાલ પોતાના દેશ માટે વનડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. બાંગ્લાદેશના ર્ંડ્ઢૈં કેપ્ટન તરીકે તમીમની જીત ટકાવારી મશરફે મુર્તઝા કરતાં થોડી વધારે છે. તમીમે પોતાની કેપ્ટનશીપ હેઠળ બાંગ્લાદેશને ૩૭માંથી ૨૧ મેચમાં જીત અપાવી હતી. તમીમે ૨૦૧૭માં ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં પણ બાંગ્લાદેશની કેપ્ટનશીપ કરી હતી.

