બનાસકાંઠાની એસ.ઓ.જી અને વાવ-થરાદ પોલીસે બે અલગ-અલગ જગ્યાએ સફળ રેઇડ કરીને કુલ ૮,૦૬૦ નંગ પ્રતિબંધિત નશાકારક ગોળીઓ ઝડપી
જીલ્લામાંથી નશાના કાળા કારોબારના મોટા રેકેટનો પોલીસ વિભાગ દ્વારા પર્દાફાસ કરવામાં આવ્યો છે જેમાં, બનાસકાંઠાની એસ.ઓ.જી અને વાવ-થરાદ પોલીસે બે અલગ-અલગ જગ્યાએ સફળ રેઇડ કરીને કુલ ૮,૦૬૦ નંગ પ્રતિબંધિત નશાકારક ગોળીઓ ઝડપી પાડી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં આ જથ્થાની કુલ કિંમત રૂ. ૬,૮૯,૭૭,૬૦૦ આંકવામાં આવી છે. આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પહેલી રેઇડ: થરાદ ટાઉનમાંથી રૂ. ૬.૮૭ કરોડનો મુદ્દામાલ જપ્ત
એસ.ઓ.જીની ટીમે થરાદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વિજય બિઝનેસ કોમ્પ્લેક્ષની પાછળ આવેલા માધવ કોમ્પ્લેક્સના પ્રથમ માળે, દુકાન નં. ૧૨ માં દરોડો પાડ્યો હતો. જે દરમિયાન વગર પાસ-પરમિટની, કાયદાથી પ્રતિબંધિત એવી એન.એક્સ.આર ટર્માડોલ હાઇડ્રોક્લોરાઇડ પેરાસીટામોલ (૩૭.૫ દ્બખ્ત)ની કુલ ૭,૪૦૦ નંગ ગોળીઓ (કિંમત રૂ. ૬,૮૭,૧૩,૬૦૦) તથા અન્ય સામાન મળી કુલ રૂ. ૬,૮૭,૨૩,૬૦૦ નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. અને મફાભાઈ નાગજીભાઈ રબારીની ધરપકડ કરી છે.
આરોપી મફાભાઈ ડીસા ખાતે આવેલા ‘પટેલ મેડીકલ સ્ટોર્સ‘માંથી પોતાના ‘સિકોતર મેડીકલ‘ ના લાયસન્સનો દુરુપયોગ કરી હોલસેલમાં આ પ્રતિબંધિત ગોળીઓ ખરીદતો હતો. નિયમ મુજબ ગ્રાહકોને પ્રિસ્ક્રિપ્શનથી દવા આપવાના બદલે તે દુકાનના ઉપરના માળે આવેલા અવાવરૂ ગોડાઉનમાં જથ્થો છુપાવી રાખતો હતો અને ત્યાંથી બારોબાર ગેરકાયદેસર નશાખોરોને ઊંચા ભાવે વેચી દેતો હતો. આરોપી વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં દ્ગડ્ઢઁજી છષ્ઠં મુજબ ગુનો દાખલ કરાયો છે.
બીજી રેઇડ: ચોથાનેસડા ગામે કિરાણા સ્ટોર્સમાંથી રૂ. ૨.૭૪ લાખની દવાઓ મળી
પકડાયેલા મુખ્ય આરોપી મફાભાઈ રબારીની સઘન પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો. તેણે આ નશાકારક ગોળીઓનો કેટલોક જથ્થો વિક્રમભાઈ રાજપુત (રહે. ચોથાનેસડા) ને આપ્યો હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે એસ.ઓ.જી. ટીમે તાત્કાલિક ચોથાનેસડા ગામે આવેલી ‘શ્રી પરમેશ્વર કિરાણા સ્ટોર્સ‘ નામની દુકાને બીજી રેઇડ કરી હતી.
પોલીસે કિરાણા સ્ટોર્સની આડમાં છુપાવેલી ટર્માડોલ હાઇડ્રોક્લોરાઇડની કુલ ૬૬૦ નંગ ગોળીઓ (કિંમત રૂ. ૨,૬૪,૦૦૦) તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૨,૭૪,૦૦૦ નો જથ્થો જપ્ત કરાયો છે. અને વિક્રમભાઈ નાગજીભાઈ રાજપુતની ધરપકડ કરી તેની વિરુદ્ધ માવસરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.
મેડિકલ લાયસન્સની આડમાં ચાલતા આ કરોડો રૂપિયાના નશાના કાળા કારોબારની ગંભીરતાને જાેતાં બનાસકાંઠા-પાલનપુરના ડ્રગ્સ ઇન્સ્પેક્ટર તથા એફ.એસ.એલ. (હ્લજીન્)ના ઉચ્ચ અધિકારીએ તાત્કાલિક રેઇડ દરમિયાન ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કેમિકલ એનાલિસિસની પ્રક્રિયા શરૂ કરી હતી. એસ.ઓ.જીની આ સફળ કામગીરીથી પંથકમાં નશાના સોદાગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

