ગોધરા શહેરમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા મોડિફાઈડ સાયલેન્સરવાળા બુલેટ ચાલકો સામે બી-ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે 20 મોડિફાઈડ સાયલેન્સર જપ્ત કર્યા હતા અને કસૂરવાર ચાલકો પાસેથી કુલ ₹10,000 નો દંડ વસૂલ કર્યો હતો.
પોલીસે શહેરના વિવિધ માર્ગો પર ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન, કેટલાક બુલેટ ચાલકો તેમના વાહનોમાં કંપની ફિટિંગના સાયલેન્સરમાં ફેરફાર કરીને કર્કશ અવાજ અને ફટાકડા જેવા અવાજ સાથે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા જોવા મળ્યા હતા. નિયમ વિરુદ્ધ મોડિફાઈડ સાયલેન્સરનો ઉપયોગ કરતા ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી
શહેરના શાંત વિસ્તારો અને જાહેર માર્ગો પર બુલેટના આવા કર્કશ અવાજને કારણે નાગરિકો અને વડીલોને થતી હાલાકીને ધ્યાનમાં રાખીને પોલીસે આ પગલાં લીધા હતા. આ કાર્યવાહીથી સ્થાનિકોમાં સંતોષ જોવા મળી રહ્યો છે.

