Gujarat

વાળુકડ ચોકડી પાસેથી 1152 બોટલ સહિત 7 લાખનો મુદ્દામાલ જપ્ત, ચાર સામે ગુનો નોંધાયો

ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડે સિદસર વિસ્તારમાં વાળુકડ ચોકડી પાસેથી કારનો ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જે મામલે બે શખ્સોની ધરપકડ પણ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં અન્ય બે શખસના નામ પણ ખૂલ્યા હતા. દારૂ, કાર અને મોબાઈલ સહિત 7,09,424 રુપિયાનો મુદ્દામાલ કબજે કરી વરતેજ પોલીસ મથકે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે કારનો અટકાવવાનો પ્રયાસ કર્યો મળતી વિગતો અનુસાર, 19 એપ્રિલે રાત્રિના સમયે પેરોલ ફર્લોસ્ક્વોડની ટીમ શહેરના સિદસર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન તેમને ચોક્કસ માહિતી મળતા વાળુકડ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. એ દરમિયાન એક કાર નંબર GA-10-A 5757 આવતા તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો.

જો કે ચાલકે ત્યાંથી ગાડી પૂરપાટ ઝડપે ભગાવી હતી. ત્યારે પોલીસ જવાનોએ આ કારનો ફિલ્મીઢબે પીછો કરી ઝડપી લીધી હતી.કારમાં સવાર ગોપાલ મેર (રહે.સિદસર) તથા અરજણ ચભાડ (રહે. સિદસર)ની અટકાયત કરી હતી. કારની તપાસ હાથ ધરતા વિના પરમિટે વિદેશી દારૂની નાની-મોટી અલગ અલગ બ્રાન્ડની 1,152 નંગ બોટલ મળી આવી હતી.