જામનગરના સણોસરા ગામ પાસે રેલવે ટ્રેક પર ત્રણ ફૂટ લાંબો લોખંડનો ટુકડો મુકવામાં આવ્યો હતો. આ ટુકડો કાનાલુસ–પોરબંદર ટ્રેન નંબર 59205ના એન્જિન સાથે અથડાયો હતો. આ ઘટના લાલપુર અને ગોપગામ રેલવે સ્ટેશન વચ્ચે બની હતી. આ ટુકડો મુસાફરોની સુરક્ષા જોખમમાં મુકાય તે રીતે મુકાયો હોવાથી ફરિયાદ નોંધાઈ છે. અજાણ્યા લોકો સામે લાલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે.

ભાવનગર ડિવિઝનના જુનિયર સેક્શન એન્જિનિયર રાજેશભાઈ રામખીલાડીભાઈ મીનાએ આ ફરિયાદ નોંધાવી છે. તેમને 13 ઓક્ટોબરે બપોરે 2:52 વાગ્યે કંટ્રોલ રૂમમાંથી આ ઘટનાની જાણ થઈ હતી. ટ્રેનના ચાલક અને ગાર્ડે કંટ્રોલ રૂમને માહિતી આપી હતી.

