જોડિયા તાલુકાના ખેડૂતોએ ગાંધીનગરમાં સિંચાઈ મંત્રી ઈશ્વરભાઈ પટેલ સાથે મુલાકાત કરી. તેમણે ઉંડ-૧ કેનાલના અધૂરા કામો અને સૌની યોજનાના પાણીની માંગણી અંગે રજૂઆત કરી.

વાવડી, નેસડા, હડિયાણા, લીંબુડા, બેરાજા સહિતના ૧૨ ગામના ખેડૂતોના સિંચાઈ પ્રશ્નો રજૂ કરાયા. જિલ્લા પંચાયત સદસ્ય રાજુભાઈ મકવાણા, મૌલિકભાઈ ગોધાણી, કાળુભાઈ સોનારા, અનિલભાઈ રામોલિયા અને હિતેશભાઈ પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા.

ખેડૂતોએ ઉંડ-૧ કેનાલના અધૂરા કામો ઝડપથી પૂરા કરવા અને ઉંડ-૧ ડેમથી ફલ્લા સેક્શન સુધી નવી પાઈપલાઈન નાખવા ભાર મૂક્યો. આ ૧૨ ગામ માટે સિંચાઈનું પાણી ખૂબ જરૂરી છે.

