દિવાળી પહેલાં જામનગર જિલ્લા પોલીસે સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ યોજી હતી. આ દરમિયાન ટ્રાફિકના નિયમો તોડનારા સામે કાર્યવાહી કરીને 80,400 રૂપિયાનો દંડ વસૂલાયો અને 14 વાહનો ડિટેઇન કરાયા હતા.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ડ્રાઇવ યોજાઈ હતી. તહેવારો દરમિયાન લોકો સુરક્ષિત રીતે અવરજવર કરી શકે અને રસ્તા પર કાયદો-વ્યવસ્થા જળવાય તે માટે આ કાર્યવાહી કરાઈ હતી.

જિલ્લાના ભીડવાળા વિસ્તારો, મુખ્ય રસ્તાઓ અને વધુ અવરજવરવાળા સ્થળોએ વાહનોનું ચેકિંગ કરાયું હતું. હથિયાર ધારા હેઠળના ભંગ, નશામાં વાહન ચલાવવું, વધુ ઝડપે વાહન હંકારવું, કારમાં બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરનાં વાહનો અને ફેન્સી નંબર પ્લેટ સામે કાર્યવાહી કરાઈ હતી.

