નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં પશુ અત્યાચાર અને પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા આરોપીને માંડવી પોલીસે પકડ્યો છે. પોલીસે તેની સામે કાયદેસર કાર્યવાહી કરી. પોલીસને બાતમી માહિતી મળી કે, નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ આરીફ ઉર્ફે મુન્નો અલ્લારખા મુલતાની (ઉંમર 40), થાલા, ચીખલી, નવસારીનો, મોટરસાઇકલ પર ઝંખવાવથી માંડવી આવી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે ધોબણી નાકા પાસે વોચ ગોઠવી આરોપીને પકડ્યો. તેની સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 35(1)(જ) હેઠળ કાર્યવાહી કરાઈ. આ ગુનો ગુજરાત પશુ સંરક્ષણ અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ નોંધાયો છે.

