વડોદરા ખાતે ઇ્ર્ંમાં ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટેનો ટેસ્ટ હવે અરજદારો માટે જાણે બોર્ડની પરીક્ષા સમાન બની ગયો છે. જૂન મહિનાથી શરૂ થયેલા AI આધારિત ટેસ્ટ ટ્રેકના કારણે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવું અત્યંત મુશ્કેલ બન્યું છે. આ ટેસ્ટમાં વાહન ચલાવવાની ચોકસાઈ અને ક્ષમતાની કડક ચકાસણી કરવામાં આવે છે.
આ બાબતે વડોદરા ઇ્ર્ં અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ટેસ્ટનો હેતુ અરજદારોને પરેશાન કરવાનો નથી, પરંતુ રસ્તા પર વાહન ચલાવતી વખતે તેમની એક્યુરેસી અને સલામતી ક્ષમતાની ચકાસણી કરવાનો છે. જાેકે, આ ટેકનોલોજી અરજદારો માટે મોટો પડકાર સાબિત થઈ રહી છે. ૨ જૂન, ૨૦૨૩ થી ૨૭ ઓગસ્ટ સુધીમાં ફોર-વ્હીલર માટે ટેસ્ટ આપનાર આશરે ૫૦૦૦ અરજદારોમાંથી માત્ર ૪૨૫ જ સફળ થયા છે.
આ આંકડો ૨૫ ટકાથી પણ ઓછો સફળતા દર દર્શાવે છે. આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ડ્રાઈવિંગ ટેસ્ટ વધુ પારદર્શક અને સચોટ બન્યો છે, પરંતુ તેના કારણે અરજદારોમાં ચિંતા અને નારાજગી જાેવા મળી રહી છે.

