Gujarat

જામનગર જેલના કેદીનું સારવાર દરમિયાન મોત

જામનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા મૂળ રાજકોટના 38 વર્ષના અલ્તાફહુસેન આબીદહુસેન નકવીનું સારવાર દરમિયાન મોત થયું છે. બે દિવસ પહેલાં આંચકી આવ્યા બાદ તેમને જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોલીસે અપમૃત્યુની નોંધ કરી છે. મળતી માહિતી મુજબ, 19 નવેમ્બરે સવારે આશરે 6 વાગ્યે જિલ્લા જેલમાં અલ્તાફહુસેનને આંચકી આવી હતી. તેમને સારવાર માટે જી.જી. હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાં લઈ જવાયા હતા.

21 નવેમ્બરે સવારે આશરે 9 વાગ્યે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ અંગે તેમના સગા અકીલ અબ્બાસ આબીદહુસેન નકવીની જાણના આધારે સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અપમૃત્યુની નોંધ કરાઈ છે. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા તબીબોની પેનલ દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.