Gujarat

નારી શક્તિ સંશોધન બિલ ૨૦૨૬ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

સાંસદ પૂનમબેન માડમ દ્વારા કોંગ્રેસ, ટી.એમ.સી સહીત વિપક્ષી દળોની મહિલા આરક્ષણ વિરોધી માનસિકતા વિશે કર્યું ઉદબોધન.

ભારતમાં મહિલા આરક્ષણ બિલ, નારી શક્તિ સંશોધન બિલ ૨૦૨૬ સાંસદ માં મુકવામાં આવેલ, કોંગ્રેસ સહીતના વિપક્ષી દળોએ આ બિલના વિરુદ્ધ માં નિર્ણય આપી, મહિલા આરક્ષણ બિલ ને ફરી એકવાર ખોરંભે ચડાવેલ. આ તબ્બકે જામનગર – દેવભૂમિ દ્વારકા ના સાંસદ પૂનમબેન માડમ એ પ્રેસ કોન્ફરન્સ માં જણાવેલ કે, ભારત ના દરેક નાગરિક જોયું કેવી રીતે ભારત ની નારી શક્તિ ની ઉડાન ને રોકવામાં આવી છે. તેના સપનાઓ ને બેરહેમીથી કુચલવામાં આવ્યા છે. સરકારના ભરપૂર પ્રયાશો છતાં સફળતાન મળી. નારી શક્તિ અધિનિયમ માં સંશોધન શક્યન બન્યું. સરકાર માટે દેશ હિત સર્વોપરી છે, પણ અમુક પક્ષ માટે દલ-હિત બધું જ બની જાય છે, દલ-હીત દેશ થી મોટું બની જાય છે ત્યારે નારી શક્તિ એ દેશ હિતએ તેનું નુકશાન વેઠવું પડે છે. આ વખતે તેવું થયું છે કોંગ્રેસ, ડી એમ કે, ટી એમ સી અને સમાજવાદી પાર્ટી જેવા દળો પોતાનું સ્વાર્થ સાધતા દેશની નારી શક્તિને નુકશાન થયું છે.

 

દેશની કરોડો મહિલા ની નજર આ બિલ ઉપર હતી. જ્યારે આ નારી હિતનો પ્રસ્તાવ ખારીજ થયો ત્યારે વિરોધી દળો ખુશી વ્યક્તિ કરી રહ્યા હતી. મહિલાના અધિકાર ઝૂંટવીને તેઓ ખુશ થઇ રહ્યા હતા. તેઓ એ જે કર્યું તે માત્ર ટેબલ ઉપર થાપ મારવાની પ્રક્રિયા ન હતી, નારી શક્તિ ના આત્મસમ્માન ને ઠેશ પહોચાડેલ, ભારતીય નારી પોતાનું અપમાન ક્યારેય નહિ ભૂલે. દેશની નારી જયારે પણ કોંગ્રેસ, ટી.એમ.સી વગેરે વિપક્ષના નેતાઓને જોશે ત્યારે યાદ કરશે કે આ પક્ષ ના નેતાઓ એ મહિલા આરક્ષણ ને રોકી તેની ઉજવણી કરેલ. કાલે સાંસદ માં જે પક્ષ એ વિરોધ કરેલ તેઓ ને બે વાત કહીયે. આ લોકો નારી શક્તિ ને “ફોર ગ્રાન્ટેડ” લઇ રહ્યા છે. તેઓ ભૂલી રહ્યા છે આ એકવીસમી સદીની નારી દેશની દરેક ઘટના ઉપર નજર રાખી રહી છે. અને વિપક્ષી દળોની હકીકત પણ જાણી ચુકી છે, એટલા માટે મહિલા આરક્ષણ વિરોધ કરી ને જે પાપ વિપક્ષ એ કર્યું છે તેની સજા વિપક્ષ ને જરૂર મળશે. આ વિપક્ષીદળ એ મહિલા સમ્માનની ભાવનાનું પણ હનન કર્યું છે. સાંસદ માં નારી શક્તિ સંશોધન બિલ મૂકી કોઈ નું કઈ ઝૂંટવી લેવાનું હતું જ નહિ, કઈ ને કઈ આપવાનું બિલ હતું, આ ૪૦ વર્ષ થી લટકતું બિલ મહિલા ને તેના હક આપવાનું સંશોધન હતું, મહિલાઓ ને નવી તક, નવી ઉડાન આપવા માટે બિલ હતું. મહિલાઓને સશક્ત બનાવવાનું બિલ હતું. દેશની ૫૦% જનસંખ્યાને તેનો અધિકાર આપવાનો પ્રયાસ હતો. ભારતની વિકાસ યાત્રા નારી શક્તિને જોડવાનો પ્રયાસ હતો. નારી સંશોધન બિલ સમયની માંગ છે, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બધા રાજ્યોની, દરેક રાજ્યની શક્તિ માં સમાન વૃદ્ધિનો પ્રયાસ હતો. રાજ્ય નાનું હોય, મોટું હોય, આબાદી ઓછી કે વધુ હોય સૌ ને સમાનતાના ધોરણે શક્તિ પ્રદાન કરવાનો પ્રયાસ હતો. આ ઈમાનદાર પ્રયાસ માં કોંગ્રેસ અને તેના સહયોગી દળોઓ મહિલા આરક્ષણ અને નારી શક્તિ સંશોધનની ભ્રુણ હત્યા કરી છે.

વિપક્ષી દળો દેશના સંવિધાનના ગુનેગાર છે. કોંગ્રેસ મહિલા આરક્ષણ વિષયને પહેલે થી જ નફરત કરી રહી છે. તેઓ હંમેશા આરક્ષણને રોકવા સડયંત્રો કરતી આવી છે. જેટલી વાર પ્રયાસ થાય કોંગ્રસ એ રોડા નાખવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રસ એ એક પછી એક નવા જુઠાણાનો આધાર લીધો. ક્યારેય સંખ્યા થી તો ક્યારેક અન્ય રીતે આ બિલ ને ટલ્લે ચડવાનો પ્રયાસ કર્યો છે. આમ કોંગ્રેસનો સાચો ચહેરો સામે આવી ગયો છે. દેશની જનતાને હતું કે કોંગ્રેસ વર્ષો પછી પોતાની ભૂલ સુધારશે, પોતાના પાપનું પ્રાયશ્ચિત કરશે પણ કોંગ્રેસ એ તો ઇતિહાસ રચ્યો, અને મહિલા માટે સહયોગી બનવાની તક ગુમાવી છે. કોંગ્રેસ પરજીવીની જેમ ક્ષેત્રીય પક્ષની પીઠ ઉપર બેસી અસ્તિત્વ ટકાવી બેઠી છે. કોંગ્રેસ એ આ સંશોધન નો વિરોધ કરી અનેક ક્ષેત્રીય દળોના હિતને રોળ્યું છે. સનાતન હિન્દુ સંસ્કૃતિમાં પૂજનીય સ્થાન ધરાવતી માતૃશક્તિ એવી માતા-બહેનોનું સન્માન-ગૌરવ કરવાની એક મોટી સુવર્ણ તક આપણને મળી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ હેતુથી નારી શક્તિ વંદન અધિનિયમ સુધારા બિલના અમલ માટે સંસદનું વિશેષ સત્ર પણ બોલાવ્યું હતું. પરંતુ, કોંગ્રેસ અને ઈ-ન્ડી ગઠબંધનના પક્ષોની નારી શક્તિ વિરોધી માનસિકતાને કારણે આ સુધારા બિલ પસાર થઈ શક્યું નહિ. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ નારી શક્તિ વંદન અધિનિયમના અમલમાં રોડા નાખવાનું મોટું પાપ કર્યું છે, તેના કારણે દેશની કરોડો મહિલાઓનું મનોબળ તૂટી ગયું છે.

આઝાદીના દશકો સુધી દેશ પર એકહથ્થુ શાસન કરનારી કોંગ્રેસ પાર્ટી નકારાત્મકતાની રાજનીતિ કરી રહી છે. દેશના વિકાસમાં અને નીતિ ઘડતરમાં બહેનોના સમાન યોગદાનનો અવસર હતો. પરંતુ, કોંગ્રેસ પાર્ટીએ હંમેશની જેમ તેનો પણ વિરોધ કર્યો. કોંગ્રેસ અને ઈ-ન્ડી ગઠબંધને અત્યારસુધી પરિવારવાદને પોષવાનું જ કામ કર્યું છે. શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં થઈ રહેલા રીફોર્મ્સ કોંગ્રેસ કલ્ચરવાળા લોકો સાંખી શકતા નથી. એટલે એમને ડર છે કે જો આ અધિનિયમ લાગુ થઈ જાય તો દેશની સામાન્ય પરીવારની બહેનોને પણ સંસદ અને વિધાનસભામાં પ્રતિનિધિત્વ મળતુ થઈ જશે. કોંગ્રેસે એનો વિરોધ કરીને પોતાની કુંઠીત માનસિકતા પ્રગટ કરી દીધી. એકબાજુ મહિલાઓના હિતની વાત કરવી અને જ્યારે મહિલાઓને સશક્ત બનાવવા માટે કાયદાકીય જોગવાઈ લાવવાનો સમય આવે ત્યારે તેને રોકવાનો તીવ્રતાથી પ્રયાસ કરવો. કોંગ્રેસની આ બે મોઢાની રાજનીતિ આજે લોકો સમક્ષ ખુલ્લી પડી ગઈ છે. મહિલાઓના હિતોને અવગણવાની કોંગ્રેસની જૂની આદત છે. કોંગ્રેસના સમયમાં મહિલાઓને બેંક ખાતા, સ્વાસ્થ્ય સુરક્ષા અને ત્રિપલ તલાકમાંથી મુક્તિ જેવી મૂળભૂત સ્વતંત્રતા અને સુવિધાઓથી પણ વંચિત રાખવામાં આવી હતી. લટકાના, ભટકાના અને અટકાના એવા ગતકડાંઓથી કોંગ્રેસે દેશને હંમેશા નુકસાન પહોંચાડ્યું છે. કોંગ્રેસે વન નેશન વન ઈલેક્શન, એસ.આઈ.આર., યુ.સી.સી., શરણાર્થીઓને સુરક્ષા આપતો કાનુન, જનધન, આધાર, ડિજીટલ પેમેન્ટ જેવા અનેક સુધારાઓનો વિરોધ કર્યો. નારી શક્તિને વિકાસમાં અને નિતી નિર્ધારણમાં ભાગીદારી આપવાની લડાઈ તો દશકોથી ચાલી આવી છે.

વડાપ્રધાનશ્રી મોદી સાહેબે 21મી સદીના ભારતની નારી શક્તિને નવા અવસર આપીને વિકાસનો નવો ઈતિહાસ વિશ્વ સામે મૂકવાની નેમ રાખી છે. એમણે સંસદમાં ડંકાની ચોટ પર કહેલું કે આ અધિનિયમ લાગુ કરવાનો નિર્ણય એ રાજકીય નહિ પરંતુ રાષ્ટ્રીય નિર્ણય છે. અને તેના હકદાર કોઈ એક નહીં, બધાં જ પક્ષો હશે. આ બિલ માત્ર એક કાયદો નહોતો, પરંતુ દેશની અડધો અડધ વસ્તીનું પ્રતિનિધિત્વ કરતી નારીશક્તિને સત્તામાં 33% અનામત આપીને તેમના સશક્તિકરણ તરફનું એક નક્કર કદમ હતું. આજે કોંગ્રેસ સહિત જે પક્ષો તેનો વિરોધ કરે છે તે જ પક્ષોએ ચૂંટણીઓમાં મતો મેળવવાના એક માત્ર બદઈરાદાથી અગાઉ તેનું સમર્થન કર્યું હતું. એક બાજુ કોંગ્રેસ એમ કહે છે કે 2023ના બિલને સમર્થન આપવા તે તૈયાર છે અને બીજી બાજુ એવી વાત કરે છે તેને ડિલિમિટેશન અને તેની પ્રક્રિયામાં વિશ્વાસ નથી. 2023 ના બિલ માં સીમાંકન બાદ જ કાયદાના અમલ નો સ્પષ્ટ ઉલ્લેખ છે. દેશની કરોડો બહેનોના આશીર્વાદ શ્રી મોદી સાહેબ સાથે છે અને હંમેશા રહેશે. લોકો હવે જાણી ગયા છે કે, નારી સશક્તિકરણના હિમાયતી કોણ છે અને વિરોધી કોણ છે. માતાઓ અને બહેનોના સશક્તિકરણનો વિરોધ કરનારાઓને હવેની ચૂંટણીઓમાં દેશની નારી શક્તિ જડબાતોડ જવાબ આપી દેશે એ વાત નિશ્ચિત છે. આપ સૌના માધ્યમથી દેશની અને રાજ્યની માતા-બહેનો સમક્ષ આ વાત યોગ્ય રીતે મુકાય તેવી અપેક્ષા છે. ભારત માતા કી જય… વંદે માતરમ… જય જય ગરવી ગુજરાત…આમ સાંસદ શ્રી પૂનમબેન માડમ એ નારી શક્તિ સંશોધન બિલ ૨૦૨૬ અન્વયે ઉદબોધન કરેલ.

આ પ્રેસ કોન્ફરન્સમાં શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશ ઠુમ્મર, મૃગેશ દવે, મહિલા અધ્યક્ષ દક્ષાબેન અગ્રાવત, મહિલા મોરચા મહામંત્રી નિકિતા કુંવારીયા, અવનીબેન ત્રિવેદી, મીડિયા વિભાગ ઇન્ચાર્જ ભાર્ગવ ઠાકર, સહ ઇન્ચાર્જ નિકુલદાન ગઢવી, રમેશ રૂપારેલ, વ્યસ્થાપન સમિતિના અશોકભાઈ વશીયર, સંજય મકવાણા, ચંદ્રવદન ત્રિવેદી, આશિષ ખાખરીયા,ઉપસ્થિત રહ્યા હતા.