Gujarat

સેવાના શ્યામ શ્રી ઘનશ્યામભાઈ પટેલ USA દ્વારા અલારસા ગામમાં જળસેવાનો અનોખો ઉપક્રમ – અનેક જરૂરિયાતમંદ પરિવારોને ઉચ્ચ ગુણવત્તાવાળી પાણીની ટાંકીઓ ભેટ!

સેવાના શ્યામ શ્રી ઘનશ્યામભાઈ પટેલ USA દ્વારા અલારસા ગામમાં જળસેવાનો અનોખો ઉપક્રમ – અનેક જરૂરિયાતમંદ પરિવારોને ઉચ્ચ ગુણવત્તાવાળી પાણીની ટાંકીઓ ભેટ!

અલારસા ગામ માટે ગૌરવ અને આનંદની વાત એ છે કે ગામના દાતાશ્રી, સેવાભાવી અને લોકહિતેચ્છુ સેવાના શ્યામ શ્રી ઘનશ્યામભાઈ હરમાનભાઈ પટેલ (USA) દ્વારા આજ રોજ ગામના જરૂરિયાતમંદ પરિવારો માટે માનવતાભરી સેવા રૂપે ઉચ્ચ ગુણવત્તાવાળી પાણીની ટાંકીઓ અર્પણ કરવામાં આવી છે. વિદેશમાં નિવાસ હોવા છતાં પોતાના વતન અને ગામ પ્રત્યેનો પ્રેમ આજે ફરી એકવાર જીવંત બન્યો છે.

છેલ્લા ઘણા સમયથી કેટલીક ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોના ઘર આગળ પાણીનો બોર હોવા છતાં પાણી સંગ્રહ માટે ટાંકીની સુવિધા નહોતી. જેના કારણે રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ વાતની જાણ થતા જ ઘનશ્યામભાઈ પટેલ USA એ એક ક્ષણ પણ વિલંબ કર્યા વગર તરત જ સેવા કાર્ય હાથ ધર્યું અને પાણીની ટાંકીઓ પહોંચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

આ સેવા અંતર્ગત નીચે મુજબ પરિવારોને લાભ મળ્યો છે:

૧. સુરેશભાઈ શંકરભાઈ સોલંકી (ગબાભાઈ)

સ્થળ: દાવોલ રોડ પાસે, અલારસા
આ સેવા દ્વારા આસપાસના 6 ઘરોને પાણીની સુવિધા ઉપલબ્ધ થશે. હવે પરિવારોને પાણી સંગ્રહ માટે ભટકવું નહીં પડે અને રોજિંદી જરૂરિયાત સરળ બનશે.

૨. કલ્પેશભાઈ બચુભાઈ માડી

સ્થળ: રાસીયાપુરા સીમ વિસ્તાર, અલારસા
અહીં પાણીની ટાંકીથી 40 થી વધુ પરિવારોને પાણીની સુવિધા મળશે. આ વિસ્તાર માટે આ સેવા આશીર્વાદ સમાન સાબિત થશે.

૩. ગોરધનભાઈ રણછોડભાઈ સોલંકી

સ્થળ: બાપા સીતારામ મંદિર પાસે, જીવરામ પરુ, અલારસા
આ સ્થળે 8 પરિવારોને પાણીની સુવિધા પ્રાપ્ત થશે, જેના કારણે લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

અલારસા ગામના લોકોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. ગામજનો જણાવે છે કે ઘનશ્યામભાઈ ભલે હાલ વિદેશમાં રહેતા હોય, પરંતુ તેમનું હૃદય આજે પણ પોતાના વતન અલારસા ગામ સાથે જ જોડાયેલું છે. ગામની નાની મોટી જરૂરિયાતમાં હંમેશા આગળ રહેતા ઘનશ્યામભાઈ ફરી એકવાર સૌના દિલ જીતી લીધા છે.

આ સેવા માત્ર પાણીની ટાંકી આપવાની નથી, પરંતુ માનવતાની તરસ બુઝાવવાની સેવા છે. આજના સમયમાં જ્યારે લોકો પોતાના સ્વાર્થમાં વ્યસ્ત હોય ત્યારે ઘનશ્યામભાઈ પટેલ જેવા સેવાભાવી લોકો સમાજ માટે પ્રેરણાસ્ત્રોત છે.

અલારસા ગામના સર્વ સમાજ, યુવાનો અને વડીલોએ સેવાના શ્યામ શ્રી ઘનશ્યામભાઈ પટેલ USA નો દિલથી આભાર વ્યક્ત કર્યો છે અને તેમના દીર્ઘાયુષ્ય તથા સતત લોકસેવા માટે શુભેચ્છાઓ પાઠવી છે.

“વિદેશમાં વસે છે શરીર, પરંતુ વતનમાં ધબકે છે દિલ – એ નામ છે સેવાના શ્યામ શ્રી ઘનશ્યામભાઈ પટેલ USA.”
અહેવાલ – નિલેશ પટેલ, અલારસા

IMG-20260421-WA0034-2.jpg IMG-20260421-WA0037-1.jpg IMG-20260421-WA0040-0.jpg