રાજ્યમાં પોતાને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર તરીકે પ્રસ્થાપિત કરતી કીર્તિ પટેલ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં તેમના તમામ સોશીયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધિત (બેન) કરવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી અવારનવાર વિવાદોમાં રહેતી અને ૧.૩ મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી વિવાદાસ્પદ સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી કડક કાર્યવાહી કરવામાં આવી છે. કીર્તિ પટેલના ઈન્સ્ટાગ્રામ પરના મુખ્ય આઈડી તેમજ અન્ય એકાઉન્ટ્સ પર ભારતમાં સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
ડિજિટલ સ્ટ્રાઈક બાદ કીર્તિનો કટાક્ષ અને પડકાર:
સોશિયલ મીડિયા આઈડી બ્લોક થયા બાદ કીર્તિ પટેલે કટાક્ષમાં કહ્યું હતું કે, “હું યુ.કે., લંડન, કેનેડા, યુએસએ, દુબઈ… આઈ એમ ફોરેનર ભૂરી, યુ નો!” તેણે વધુમાં ધમકી આપી હતી કે હવે તે રાત-દિવસ એક કરીને ૨૪ કલાક સોશિયલ મીડિયા પર સક્રિય રહેશે અને લાઈવ આવીને વિરોધીઓને જડબાતોડ જવાબ આપશે.
કીર્તિ પટેલ સામેના વિવાદો અને અપરાધિક ઇતિહાસનું ટાઈમલાઈન
• વર્ષ ૨૦૧૭ – માણસા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો
• વર્ષ ૨૦૧૯ – અમરોલીમાં ધાકધમકીનો કેસ
• વર્ષ ૨૦૨૦ – સુરતના પુણામાં હત્યાનો પ્રયાસ અને કામરેજમાં ધાકધમકી
• વર્ષ ૨૦૨૧-૨૦૨૨ – પાટણમાં મારામારી, જૂનાગઢના ભેશાણમાં રાયોટિંગ
• વર્ષ ૨૦૨૨-૨૦૨૩ – અમદાવાદના વસ્ત્રાપુરમાં ખંડણી, બદનક્ષી અને મારામારી
• વર્ષ ૨૦૨૪ – બિલ્ડરની બદનક્ષી અને ખંડણીનો કેસ
• વર્ષ ૨૦૨૬ – જૂનાગઢ પીઆઈને ધમકી, ફરજમાં રૂવાખટ, મુગી કુંડમાં ગેરકાયદે પ્રવેશ, છેતરપિંડી અને અશ્લીલ કૃત્યો
• વર્ષ ૨૦૨૬ જુલાઈ – સુરતમાં બદનક્ષી અને ધમકી અંગે નવી ફરિયાદ
પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સોશિયલ મીડિયાના દુરુપયોગને રોકવા માટે પ્લેટફોર્મ ઓનર ‘મેટા’ને સત્તાવાર રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેના આધારે આ કડક પગલાં લેવાયા છે.

