Gujarat

ભાજપ કાર્યકરની પત્નીના પ્રેમ પ્રકરણનો પુત્રએ ભાંડો ફોડ્યો

વડોદરા શહેરમાં ભાજપ કાર્યકરની પત્નીના કથિત પ્રેમસંબંધનો પુત્રએ ભાંડો ફોડ્યો હોવાનું સામે આવ્યું છે.. સગીર પુત્રએ માતા અને તેના કથિત પ્રેમી વચ્ચેના વાર્તાલાપ અને હિલચાલના ઓડિયો-વીડિયો રેકોર્ડ કર્યા હતા. આ વાત જાણતાં માતા અને પ્રેમીએ સગીર પર અત્યાચાર કરીને તેને ધમકીઓ આપીને રૂમમાં બંધ કરી દીધો હતો. આખરે સગીરે હિંમત કરીને હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સગીર પુત્રને માતાના આડાસંબંધની જાણ થતા પુરાવા ભેગા કર્યા શહેરની એક સોસાયટીમાં રહેતા ભાજપ સાથે સંકળાયેલા એક કાર્યકર છેલ્લા કેટલાક સમયથી વડોદરા બહાર રહેતા હોવાથી તેમની પત્ની અને નજીકમાં રહેતા એક વ્યક્તિ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હોવાનું હોવાનું કહેવાય છે. આ વાતની જાણ તેમના 14 વર્ષીય પુત્રને થતાં તેણે માતા અને કથિત પ્રેમી વચ્ચેની વાતચીત તથા અન્ય હિલચાલના વીડિયો અને ઓડિયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધા હતા.

પુરાવા ડીલીટ કરવાનું કહી માતા અને કથિત પ્રેમીએ માર માર્યો રેકોર્ડિંગની જાણ થતાં માતા અને તેના કથિત પ્રેમી ગભરાઈ ગયા હતા. સગીર પુત્રના આરોપ મુજબ, પુરાવા ડિલીટ કરાવવા માટે તેને માર મારવામાં આવ્યો હતો અને જો કોઈને આ વાત કરશે તો જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત તેને એક રૂમમાં બંધ કરીને અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો.