Gujarat

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવા જામનગરમાં કોંગ્રેસનો વિરોધ

જામનગરમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવાની માંગ સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્‍દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. તેમાં કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. વિરોધ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ‘મત બચાવો, દેશ બચાવો’ જેવા નારા લગાવ્યા હતા. તેમણે ચૂંટણી પ્રક્રિયા અને મતદારોના અધિકારોને લગતા મુદ્દે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી દૂર કરવાની માંગ કરી છે. તેમણે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને મતાધિકારના રક્ષણ માટે સરકાર તથા ચૂંટણી તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી.