Gujarat

એસ.એસ. ડિવાઇન સ્કૂલમાં પ્રિન્સિપાલની નિમણૂંકને લઈને વિવાદ સર્જાયો

સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી જાણીતી એસ.એસ. ડિવાઇન સ્કૂલમાં આચાર્યોની નિમણૂકને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે.

શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ તરીકે નિયુક્ત કરાયેલા બંને આચાર્યો અન્ય એક ખાનગી યુનિવર્સિટીમાં પણ ઉચ્ચ પદો પર સમાંતર ફરજ બજાવતા હોવાની ફરિયાદ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીને મળી હતી. આ ગંભીર નિયમભંગની ફરિયાદના પગલે ડીઈઓ તંત્રએ તાત્કાલિક ધોરણે શાળા સંચાલકોને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે.

એક જ સમયે શાળામાં પ્રિન્સિપાલ અને યુનિવર્સિટીમાં ડીન-પ્રોફેસર તરીકે સક્રિય પ્રાપ્ત વિગતો અનુસાર, એસ.એસ. ડિવાઇન સ્કૂલના બંને માધ્યમોમાં નીચે મુજબના આચાર્યોની નિમણૂક કરવામાં આવી હતી.

  • પ્રદીપ વર્મા (ગુજરાતી માધ્યમ આચાર્ય): તેઓ કલોલ સ્થિત સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં ‘ડીન’ (Dean) જેવા અત્યંત મહત્વના હોદ્દા પર પણ કાર્યરત હોવાનું સામે આવ્યું છે.
  • સોનુ રાવ (અંગ્રેજી માધ્યમ આચાર્ય): તેઓ એ જ સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં ‘આસિસ્ટન્ટ પ્રોફેસર’ તરીકે સમાંતર સેવા આપી રહ્યા છે.