Gujarat

જામનગરમાં વસ્તી ગણતરીનો ડિજિટલ પ્રારંભ, ધારાસભ્યના નિવાસેથી ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરાઈ

જામનગર શહેરમાં વસ્તી ગણતરીની ઓનલાઈન પ્રક્રિયાનો પ્રારંભ કરાવાયો છે, જેના ભાગરૂપે જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના નિવાસસ્થાને ઓનલાઈન ડિજિટલ ફોર્મ ભરીને આ પ્રક્રિયાનું પ્રતીકાત્મક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં વસ્તી ગણતરીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વસ્તી ગણતરીના ઓનલાઈન ડિજિટલ ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ ચાલી રહી છે. જેમાં શહેરીજનો વસ્તી ગણતરીમાં ઓનલાઈન ફોર્મ ભરીને સહકાર આપવા જણાવ્યું છે.