જામનગરના ગુલાબનગર વિસ્તારમાં પૂર્વ ડેપ્યુટી મેયર તપનભાઈ પરમારની મોટરસાઇકલ સળગાવી દેવાઈ. લોન વિવાદમાં આ કૃત્ય આચરવામાં આવ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો.
તપનભાઈના કહેવા મુજબ, મેહુલ ડોલરભાઈ પરમારે તેમની પાસે સતવારા સમાજમાંથી 40 લાખ રૂપિયાની લોન માગી હતી. તપનભાઈએ સમાજ આવી લોન ન આપતો હોવાનું કહી ના પાડતા તે સતત હેરાન કરતો અને ધમકીઓ આપતો હતો.

15 ઓક્ટોબરે વહેલી સવારે 4 થી 5 વાગ્યાની આસપાસ મેહુલ પરમારે બજરંગ ચોકમાં પાર્ક કરેલી તપનભાઈની મોટરસાઇકલને આગ ચાંપી દીધી. આ આગથી બાઈકને આશરે 15,000 રૂપિયાનું નુકસાન થયું હતું.

