Gujarat

ગિરનાર રોપ-વે વાર્ષિક મેન્ટેનન્સ માટે 9 દિવસ બંધ

​આ કામગીરીના ભાગરૂપે ગિરનાર રોપ-વે સેવા આગામી 2 જૂનથી 10 જૂન 2026 સુધી સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય ગિરનાર રોપ-વે મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન રોપ-વેની તમામ સેવાઓ બંધ રહેશે, જેના કારણે શ્રદ્ધાળુઓને અસુવિધાનો સામનો કરવો પડી શકે છે. સંચાલકોએ જણાવ્યું હતું કે સુરક્ષા જાળવી રાખવા માટે આ ટેકનિકલ તપાસ અત્યંત આવશ્યક છે. આ દિવસો દરમિયાન રોપ-વેની સુવિધા ઉપલબ્ધ ન રહેવાને કારણે થતી અસુવિધા બદલ મેનેજમેન્ટ દ્વારા દિલગીરી વ્યક્ત કરવામાં આવી છે.

11 જૂનથી પ્રવાસીઓ પુનઃ નિયમિત રીતે રોપ-વેનો લાભ લઈ શકશે ​મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ, આગામી તા. 11 જૂન 2026થી રોપ-વે સેવા ફરીથી રાબેતા મુજબ કાર્યરત કરવામાં આવશે. તેથી, ગિરનાર આવતા તમામ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને આ સમયગાળાની નોંધ લઈને પોતાના પ્રવાસનું આયોજન કરવા માટે ખાસ વિનંતી કરવામાં આવી છે. 11 જૂન બાદ પ્રવાસીઓ પુનઃ નિયમિત રીતે રોપ-વેનો લાભ લઈ શકશે અને ગિરનાર પર્વત પરના પવિત્ર ધાર્મિક સ્થળોના દર્શન કરી શકશે.