Gujarat

અનોડિયામાં ધોરણ 10-12ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

માણસા તાલુકાના અનોડિયા ગામના રામદેવપીર મંદિરમાં ક્ષત્રિય સૂર્યવંશી રાઠોડ યુવા સંગઠન મહુડીએ તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કર્યું હતું. ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ઊંચી ટકાવારી સાથે પાસ થયેલા મહુડી પંથકનાં વિવિધ ગામોના વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું.

સમારોહમાં માણસા તાલુકા ભાજપ પ્રમુખ રમેશસિંહ રાઠોડ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ પૃથ્વીસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત સભ્ય હિનાબા રાઠોડ અને તાલુકા પંચાયત પ્રમુખ ભરતસિંહ રાઠોડ હાજર રહ્યા હતા. સમાજના આગેવાનો જસવંતસિંહ વકીલ અને ગુરેન્દ્ર રાઠોડ સહિત મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

મહાનુભાવોએ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા અને તેમના ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણમાં વધુ પ્રગતિ કરી સમાજ અને દેશનું નામ રોશન કરવા પ્રેર્યા હતા.

સમારોહમાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સમાજના આગેવાનોએ શિક્ષણને પ્રોત્સાહન આપવા આવા કાર્યક્રમો યોજવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.