Gujarat

સુરેન્દ્રનગર ખેડૂતોને જમીન વળતરમાં ચારગણાથી વધુ વધારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ ટ્રાન્સમિશન લાઇન અને ટાવરથી અસરગ્રસ્ત ખેડૂતોને જમીન વળતરમાં નોંધપાત્ર વધારો મળશે. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી માર્કેટ રેટ કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારના અદ્યતન ઠરાવ મુજબ ખેડૂતોને યોગ્ય અને વાજબી વળતર પૂરું પાડવાનો હતો. આ પ્રક્રિયામાં ખેડૂતોના પ્રતિનિધિઓ, સરકારી વેલ્યુઅર્સ અને કમિટીના સભ્યોની હાજરીમાં સંપૂર્ણ પારદર્શક રીતે બજાર કિંમત નક્કી કરવામાં આવી હતી.

નવી નીતિ હેઠળ, અગાઉની 2011ની જંત્રીના બદલે હવે જમીનની વાસ્તવિક બજાર કિંમત નક્કી કરીને વળતર ચૂકવાશે. આનાથી ખેડૂતોને અગાઉની સરખામણીએ અનેકગણું વધુ વળતર પ્રાપ્ત થશે. ઉદાહરણ તરીકે, 66 KV ધ્રાંગધ્રા લાઇન અને 66 KV સડલા-ગોદાવરી લાઇન માટે અગાઉના વળતરમાં ચાર ગણાથી વધુ વધારો વેલ્યુઅર્સના અભિપ્રાયો મુજબ નક્કી કરાયો છે.