Gujarat

સુરેન્દ્રનગરમાં સંવિધાન ગૌરવ દિવસે પુષ્પાંજલિ અર્પણ કરી, બંધારણીય મૂલ્યો જનજન સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો

સંવિધાન ગૌરવ દિવસની પૂર્વ સંધ્યાએ સુરેન્દ્રનગરમાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોએ ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે બંધારણીય મૂલ્યો જનજન સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો.

કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોએ બાબાસાહેબના વિચારો અને આદર્શોને યાદ કર્યા હતા. તેમણે ભારતીય બંધારણના ઘડતરમાં બાબાસાહેબના યોગદાનની વાત કરી અને સમાનતા, ન્યાય, સ્વતંત્રતા તથા બંધુતાના મૂલ્યોનું મહત્વ સમજાવ્યું હતું.

આ પ્રસંગે સૌએ બાબાસાહેબના વિચારો અને બંધારણીય મૂલ્યો સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા તથા તેમના બતાવેલા માર્ગે આગળ વધવાનો સંકલ્પ કર્યો હતો.

કાર્યક્રમમાં મહાનગર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ, વઢવાણ તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ વસાવેલીયા સહિત સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.