પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શનિવારે રાત્રે રાષ્ટ્ર જોગ સંબોધન કરી મહિલા અનામત બિલ પાસ ન થઇ શક્યું એ માટે વિપક્ષને જવાબદાર ગણાવ્યા બાદ આજ રોજ ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નારી શક્તિનું સન્માન માટેનો અવસર હતો 17 એપ્રિલનો એ દિવસ ઇતિહાસમાં નારી શક્તિના સન્માન માટે સુવર્ણ અક્ષરે લખાયો હોત પરંતુ કોંગ્રેસ પક્ષે વિરોધ કરતા આ દિવસ નારી શક્તિ માટે કાળો દિવસ બની ગયો છે આ દેશની 70 કરોડ મહિલાઓનું અપમાન છે.

રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, 17 એપ્રિલનો દિવસ મહિલાઓના સન્માન માટે સુવર્ણ અક્ષરે લખાઈ શક્યો હોત પરંતુ કોંગ્રેસે વિરોધ કરતા આ દિવસ મહિલાઓના સન્માન માટે કાળો દિવસ સાબિત થયો છે. સંસદમાં જે થયું એ માત્ર બિલની હાર ન હતી પરંતુ એ દેશની 70 કરોડ મહિલાઓ દીકરીઓએ જોયેલા સપનાઓ ઉપર કોંગ્રેસનો આઘાત જનક પ્રહાર હતો. દેશ આખાએ જોઈ લીધું કે ભાજપ સરકાર મહિલાઓ માટે અને કોંગ્રેસ સરકાર મહિલાઓના માર્ગમાં સતત અવરોધ બનીને આગળ વધી રહ્યું છે. કોંગ્રેસ અને બાકીના વિપક્ષોએ વીલ પસાર ન થતા જે આનંદ વ્યક્ત કર્યો પાટલી થપથપાવી આ મહિલાઓનું અપમાન નથી તો શું છે.?

તેમને વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓના અધિકાર રોકવા એ કોંગ્રેસની જીત બની ગઈ છે. કોંગ્રેસનો ઇતિહાસ મહિલાઓ સાથે છડ, વિલંબ અને દગાનો રહ્યો છે. કોંગ્રેસે 60 વર્ષ સતામાં રહી માતૃ શક્તિનું અપમાન કરી વોટબેન્કની રાજનીતિ કરી છે.
મહિલાઓના અધિકાર એ કોંગ્રેસ માટે માત્ર ભાષણનો વિષય રહ્યો છે નિર્ણયની બાબતમાં કોંગ્રેસ ક્યારે પણ મહિલા શક્તિને આગળ વધવા નથી દીધી. બિલ પાસ ન થવા દેવું એ કોંગ્રેસનું પૂર્વનિયોજિત રાજકીય ષડયંત્ર હતું. જે લોકોએ OBC અને દલિત મહિલાઓના શશક્તિકરણ માટે કહી જ નથી કર્યું તેમના નામે હવે આ બિલને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

