વડોદરા શહેરમાં બુટલેગરો દ્વારા બેફામ રીતે વિદેશી દારૂનો ધંધો કરવામાં આવે છે. પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે. લીસ્ટેડ બુટલેગરના દારૂના અડ્ડા પર દરોડો પાડી SMCની ટીમે 50થી વધુ પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. રેડ દરમિયાન 4 આરોપીઓ ઝડપાયા છે, જ્યારે મુખ્ય લીસ્ટેડ બુટલેગર સ્થળ પર હાજર ન હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
SMCની ટીમે દરોડો પાડ્યો પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેગર દ્વારા મોટાપાયે વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી. જેના આધારે આજે 29 સપ્ટેમ્બરના રોજ SMCની ટીમે દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન સ્થળ પરથી 50થી વધુ પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા SMCની ટીમે દારૂનો જથ્થો કબજે કરી આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.
રેડ દરમિયાન 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે મુખ્ય બુટલેગર સ્થળ પર હાજર ન હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. SMC દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દારૂના આ નેટવર્કમાં અન્ય કોઈની સંડોવણી છે કે, કેમ તે અંગેની તપાસમાં બહાર આવશે.

